ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આતંકીઓ સાથે ઝડપાયેલા પૂર્વ DSP દેવીન્દરે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં જામીન અરજી કરી - હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદી

હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીઓ સાથે પકડાયેલા કાશ્મીરના DSP દેવીન્દરસિંહે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં જામીન અરજી કરી છે. પટિયાલા હાઉસ કોર્ટ જામીન અરજી પર 10 જૂનના રોજ સુનાવણી કરશે.

આતંકીઓ સાથે પકડાયેલા પૂર્વ ડીએસપી દેવીન્દર સિંહે જામીન અરજી કરી
આતંકીઓ સાથે પકડાયેલા પૂર્વ ડીએસપી દેવીન્દર સિંહે જામીન અરજી કરી

By

Published : Jun 9, 2020, 4:53 PM IST

નવી દિલ્હી: 18 મેના રોજ પટિયાલા હાઉસ કોર્ટે દેવીન્દર સિંહ સહિત ચાર આરોપીઓને 16 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા. ગત 7 મેના રોજ કોર્ટે ચારેય આરોપીઓ સામે પ્રોટક્શન વોરંટ જારી કર્યું હતું. તિહાર જેલ પ્રશાસને કહ્યું હતું કે, ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી શકાય નહીં કારણ કે, તેઓ હાલમાં જમ્મુ-કાશ્મીરની જેલમાં બંધ છે.

તે પછી કોર્ટે જમ્મુ-કાશ્મીરની હીરા સિંહ નગર જેલના વહીવટને દેવીન્દર સિંહ સહિત ચાર આરોપીઓને હાજર રાખવા નિર્દેશ આપ્યો હતો. દેવીન્દર સિંહ સિવાય અદાલતે જાવેદ ઇકબાલ, સૈયદ નાવેદ મુસ્તાક અને શફી મીર સહિતના આરોપીઓ સામે પ્રોટક્શન વોરંટ પણ જારી કર્યું હતું.

ગત જાન્યુઆરીમાં દેવીન્દર સિંહની બે હિઝબુલ મુજાહિદ્દીન આતંકવાદીઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે કોર્ટને કહ્યું હતું કે, મુસ્તાક અને તેના સાથીઓ દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં આતંકવાદી હુમલા કરવાની યોજના ઘડી રહ્યા હતા. વિશેષ સેલના જણાવ્યા મુજબ, મુસ્તાક ઈન્ટરનેટ દ્વારા સહ આરોપી અને આતંકવાદીઓ સાથે વાત કરતો હતો. તેમણે વાતચીત કરવા માટે ડાર્ક વેબનો ઉપયોગ કર્યો હતો.

દિલ્હી પોલીસે નોંધાવેલી એફઆઈઆર મુજબ જમ્મુ કાશ્મીર અને પંજાબના યુવાનોને આતંકવાદી ડી કંપની અને છોટા શકીલની મદદથી આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા તાલીમ આપવામાં આવી રહી છે. સ્પેશિયલ સેલને ઇનપુટ મળ્યું હતું કે ડી કંપની પંજાબના ખાલિસ્તાન સમર્થિત આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડે છે.

ABOUT THE AUTHOR

...view details