ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી પોલીસના પૂર્વ કમિશનર વેદ મારવાહનું ગોવામાં નિધન - દિલ્હી પોલીસના પૂર્વ કમિશનર મારવાહનું નિધન

દિલ્હી પોલીસના પૂર્વ કમિશનર અને 3 રાજ્યોના રાજ્યપાલ રહી ચૂકેલા વેદ મારવાહનું શુક્રવારે ગોવામાં નિધન થયું છે.

ETV BHARAT
દિલ્હી પોલીસના પૂર્વ કમિશનર વેદ મારવાહનું ગોવામાં નિધન

By

Published : Jun 6, 2020, 5:23 AM IST

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના પૂર્વ કમિશનર અને 3 રાજ્યોના રાજ્યપાલ રહી ચૂકેલા 87 વર્ષીય વેદ મારવાહનું શુક્રવારે ગોવામાં નિધન થયું છે. ગોવા પોલીસે તેમનો નિધન અંગે જાણકારી આપી છે.

વેદ મારવાહ 1985થી 1988 દરમિયાન દિલ્હી પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા અને તેમણે 1988થી 1990ની વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના ત્રીજા ડિરેક્ટર જનરલ તરીકે પણ ફરજ બજાવી હતી. તેઓ મણિપુર, ઝારખંડ અને મિઝોરમના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે.

ગોવા DGPએ ટ્વીટ કર્યું કે, પોલીસ દળના મહાન નેતાના વિદાયથી અમને ખૂબ દુઃખ થયું છે. વેદ મારવાહે પડકારોના સમયે પોલીસ દળનું નેતૃત્વ કર્યું અને ત્રણ રાજ્યોના રાજ્યપાલ તરીકે ફરજ બજાવી છે. તેમના પરિવાર પ્રત્યે અમારી સંવેદના છે'

પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસ.વાય. કુરૈશીએ કહ્યું કે, તે વેદ મારવાહના મૃત્યુના સમાચારથી સ્તબ્ધ છે.

ABOUT THE AUTHOR

...view details