ભોપાલઃ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહ રામ મંદિરના શિલાન્યાસના મુહુર્તને લઈ સતત મોદી સરકારને ઘેરી રહ્યાં છે, પરંતુ આ વખતે તો તેમણે ખુબ જ મોટી ભૂલ કરી છે. દિગ્વિજય સિંહે પોતાના ટ્વીટમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને બદલે વડાપ્રધાન અમિત શાહ લખ્યું હતું. જેેને લઈ તેમણે માફી માગી છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ રામ મંદિર શિલાન્યાસના મુહુર્તને લઈ સતત કેન્દ્ર સરકાર પર હુમલો કરી રહ્યાં છે. આ દરમિયાન તેમણે ટ્વીટમાં સનાતન હિન્દુ ધર્મની માન્યતાઓને નજરઅંદાજ કરવાના પરિણામો જણાવતા ટ્વીટ કર્યુ હતું. જેમાં તેમણે ભૂલથી કેન્દ્રીય ગૃહપ્રધાનને અમિત શાહને બદલે વડાપ્રધાન અમિત શાહ લખ્યું હતું. જો કે, બાદમાં ભૂલને અંગે તેમણે માફી માગી હતી.
નોંધનીય છે કે, દિગ્વિજય સિંહે સનાતન હિન્દુ ધર્મની માન્યતાઓને નજરઅંદાજ કરવાના પરિણામો ગણાવતાં લખ્યું હતું કે,
1.ભારતના વડાપ્રધાન અમિત શાહ કોરોના પોઝિટિવ હોવાથી હોસ્પિટલમાં દાખલ (દિગ્વિજય સિંહે અહીં ભૂલથી કેન્દ્રીય ગૃહપ્રધાનને બદલે વડાપ્રધાન લખ્યુ હતું)