સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવને પેટમાં દુખાવો થયો હતો. જેને લઈ તેમને સ્નાતકોત્તર આયુવિજ્ઞાનમાં (SGPGI) દાખલ કરવામાં આવ્યા છે. PGIના અધીક્ષક પ્રોફેસર અમિત અગ્રવાલે જણાવ્યું કે, મુલાયમ સિંહ યાદવની સારવાર ચાલી રહી છે.
મુલાયમ સિંહની તબિયત નાજુક, PGIમાં સારવાર હેઠળ - former chief minister mulayam
લખનઉ: સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવની તબિયત નાજુક છે. મુલાયમ સિંહને સંજય ગાંધી સ્નાતકોત્તર આયુવિજ્ઞાનમાં (SGPGI) દાખલ કરવામાં આવ્યા છે.
etv bahrat
તેમણે જણાવ્યું કે, તેમના અલ્ટ્રાસાઉન્ડ અને એન્ડોસ્કોપી કરવામાં આવી છે. ડૉકટરોની એક ટીમ તેમની દેખરેખ કરી રહી છે. અગ્રવાલે જણાવ્યું કે, મુલાયમની તબિયતમાં સુધાર આવ્યો છે. મહત્વનું છે કે 79 વર્ષીય મુલાયમ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન પણ રહી ચૂક્યા છે.