ગુજરાત

gujarat

ETV Bharat / bharat

છત્તીસગઢના પૂર્વ મુખ્યપ્રધાન અજિત જોગી કોમામાં, હાલત અત્યંત નાજુક - જોગી હોસ્પિટલમાં

છત્તીસગઢના પૂર્વ મુખ્યપ્રધાન અજિત જોગીની સ્થિતિ ખૂબ ગંભીર જણાવવામાં આવી રહી છે. ડૉક્ટરના જણાવ્યા મુજબ જોગી કોમામાં છે. શનિવારે અચાનક તેમની તબિયત નાદુરસ્ત થયા બાદ તેમને રાયપુરની એક હોસ્પિટમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટરોએ આવનારા 24 કલાકના ઓબ્ઝર્વેશન બાદ સ્થિતિ સાફ થવા અંગે કહ્યું છે.

ETV BHARAT
છત્તીસગઢના પૂર્વ મુખ્યપ્રધાન અજિત જોગી કોમામાં ચાલ્યા ગયા

By

Published : May 10, 2020, 12:23 PM IST

રાયપુરઃ છત્તીસગઢના પૂર્વ મુખ્યપ્રધાન અજિત જોગીની તબિયત અચાનક ખરાબ થઇ છે. જેથી જોગીને દેવેન્દ્ર નગરના ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અજિત જોગીની સ્થિતિ ગંભીર છે. ડૉક્ટરોએ જણાવ્યું કે, જોગી પોતાના ઘરે ગંગા આંબલી ખાઈ રહ્યા હતા. આ દરમિયાન આંબલી તેમના ગળામાં ફસાઈ હતી. જેથી તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી.

મેડિકલ બુલેટિન

પૂર્વ મુખ્યપ્રધાન અજિત જોગીની સ્થિતિમાં શનિવારે સાંજ સુધી કોઈ પ્રકારનો સુધારો થયો નહોતો. શનિવારે સાંજે જાહેર થયેલા મેડિકલ બુલેટિન મુજબ, ડૉક્ટરોએ જોગીના મગજમાં સોજો થયાનું જણાવ્યું હતું. આ સાથે જ જોગી માટે આવનારા 48થી 72 કલાક મહત્વના ગણાવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details