ભાજપના ભૂતપૂર્વ નેતા યશવંત સિન્હાએ રવિવારે સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદમાં આપેલા ચુકાદાની ટીકા કરતાની સાથે સાથે એવું પણ કહ્યું કે, મુસ્લિમ સમુદાયે આ ચુકાદાનો સ્વીકાર કરી આગળ વધવું જોઈએ. આ વાત તેમણે મુબંઈ સાહિત્ય મહોત્સવમાં કહી હતી.
અયોધ્યા ચુકાદામાં ઘણી ખામીઓ છે, પરંતુ આપણે આગળ વધવુ પડશે: યશવંત સિન્હા - yashwant sinha statement on supreme court judgement
મુંબઈઃ ભાજપના ભૂતપૂર્વ નેતા યશવંત સિન્હાએ અયોધ્યા જમીન વિવાદના કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાની ટીકા તો કરી પણ સાથે સાથે એવું પણ જણાવ્યું કે, મુસ્લિમ સમુદાયે આ ચુકાદાનો સ્વીકાર કરવો જોઈએ.
former bjp leader yashwant sinha on ayodhya verdict
ઐતિહાસિક ચુકાદા અંગે પુછતા સિન્હાએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો અયોગ્ય છે. તેમાં ધણી ખામીઓ છે, છતાં પણ હું મુસ્લિમ સમુદાયને અપીલ કરીશ કે, આ ચુકાદાનો સ્વીકાર કરી લે. હવે આગળ વધીએ કેમ કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા ઉપર કોઈ ચુકાદો નથી.
સિંહાએ દાવો પણ કર્યો હતો કે, લાલકૃષ્ણ અડવાણી અને ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓએ શરૂઆતમાં બાબરી મસ્જિદ તોડવા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી, પરંતુ પછીથી તેમણે રામ મંદિર આંદોલનનું શ્રેય લેવાનું શરૂ કર્યું હતું.