- વન્યકરણની પ્રક્રિયા
તાજા સર્વેક્ષણ મુજબ દેશનો કુલ વન્ય વિસ્તાર છેલ્લાં બે વર્ષમાં માત્ર 0.56 ટકા જ વધ્યો છે. કેન્દ્રીય પ્રધાન જાવડેકર કહે છે કે પેરિસ સમજૂતી અચૂક પૂરી થવી જ જોઈએ તેવી પ્રતિબદ્ધતાનું આ ઘટનાક્રમ નક્કર પરિચાયક છે. બીજી તરફ, આ જ અહેવાલમાં અન્ય અનેક રાજ્યોમાં વનોન્મૂલનની પરિસ્થિતિ દર્શાવવામાં આવી છે. દેશના જમીન વિસ્તારનો ઓછામાં ઓછા ૩૩ ટકા વિસ્તાર વનથી આવરાયેલો હોય તે લક્ષ્ય પૂરું કરવાના પ્રયાસમાં દાયકાઓ નીકળી ગયા, તેમ છતાં આ લક્ષ્ય હજું પૂરું થયું નથી. વન સંરક્ષણ અને ઉછેર માટે રાષ્ટ્રીય સ્તરની સઘન વન્ય ડિઝાઇન વર્ષોથી ચાલી રહી છે! ચોક્કસ લક્ષ્યો, વનની સંખ્યાની ગણતરી અને કાર્બન ઉત્સર્જનને અંકુશમાં લાવવાના પગલાં હાલમાં વન વિસ્તારના વિસ્તરણની હદના લીધે માત્ર ચર્ચાનો વિષય બનીને રહી ગયાં છે.
- નિરાશાજનક લક્ષ્ય નિર્ધારણ
માનવજાત માટે સ્વચ્છ હવા, પાણી અને ભોજન પૂરું પાડવા ઉપરાંત વન ભૂગર્ભ જળની સુરક્ષા, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને આબોહવા પરિવર્તનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલું જ નહીં, પરંતુ વન સીધી કે આડકતરી રીતે લાખો લોકોને રોજગારીની તકો પૂરી પાડે છે. ૧૯૫૨માં અપનાવાયેલી રાષ્ટ્રીય વન નીતિ મુજબ, દેશની જમીનનો ૩૩ ટકા વિસ્તાર વનથી આવરાયેલો હોવો જોઈએ. જોકે ૬૭ વર્ષ પૂરાં થવાં છતાં આ લક્ષ્ય હજુ પ્રાપ્ત કરી શકાયું નથી. રાષ્ટ્રીય વન સર્વેક્ષણ સંસ્થા (એફએસઆઈ) દર બે વર્ષે ઉપગ્રહ તસવીરો દ્વારા દેશમાં વની વૃદ્ધિના દરનો અંદાજ આપે છે. એફએસઆઈ વન અહેવાલ મુજબ, હાલમાં વનનો વિસ્તાર ૭,૧૨,૨૪૯ ચો. કી. (એટલે કે ૨૧.૬૭ ટકા) છે. વર્ષ ૨૦૧૭માં તે ૨૧.૫૪ ટકા હતો. આનો અર્થ એ થયો કે વનનો વિસ્તાર બે વર્ષના સમયગાળામાં માત્ર ૦.૫૬ ટકા જ વધ્યો. વર્ષ ૨૦૧૧માં વન દ્વારા આવરાયેલો વિસ્તાર ૬,૯૨,૦૨૭ કિમી હતો.
વિગત એક દાયકામાં વિસ્તાર ૨૦,૨૨૨ ચો. કિમી વધ્યો છે, જે માત્ર ૩ ટકા જ છે. જોકે તે ઘણો મોટો વિકાસ લાગે છે પરંતુ વન વૃદ્ધિના પ્રકાર અંગે હજુ પણ શંકાઓ છે. મધ્યમ રીતે ગીચ વન કુલ જમીનના વિસ્તારના ૩,૦૮,૪૭૨ ચો. કિમી. આવરે છે. કૉફી, વાંસ અને ચા જેવા વ્યાવસાયિક ઉપવન સાથે બાહ્ય વન ૩,૦૪,૪૯૯ ચો. કિમી (૯.૨૬ ટકા)માં ફેલાયેલા છે. ગત દાયકામાં કરાયેલા એક વિશ્લેષણ મુજબ, વ્યાવસાયિક વન વિસ્તાર ૫ .૭ ટકા વધ્યો છે જ્યારે મધ્યમ જાડાઈવાળો વન્ય વિસ્તાર ૩.૮ ટકા વધ્યો છે. વર્ષ ૨૦૧૧માં વનની આ શ્રેણી હેઠળ આવરાયેલો વિસ્તાર ૩,૨૦,૭૩૬ ચો. કિમી હતો અને તાજો અહેવાલ દર્શાવે છે કે આ વિસ્તાર ઘટીને ૩,૦૮,૪૭૨ ચો. કિમી થઈ ગયો. જો એક હૅક્ટરનો ૭૦ ટકા વૃક્ષ અને હરિયાળી દ્વારા રોકાયેલો હોય તો તેને ગાઢ જંગલમાં શ્રેણીબદ્ધ કરાય છે.
કાર્બન ઉત્સર્જનનું નિયંત્રણ કરવામાં તેમની ભૂમિકા ઊંચી છે. ભારતમાં તે માત્ર ૯૯,૨૭૮ ચો. કિમીમાં (એટલે કે માત્ર ૩ ટકા!!) જ ફેલાયેલું છે. આ પ્રકારના વનની નોંધાયેલી વૃદ્ધિ માત્ર ૧.૧૪ ટકા જ છે. તાજા અહેવાલ (૨૦૧૫-૧૭)માં આ પ્રકારના વનમાં ૧૪ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે જે કર્ણાટકમાં ૧,૦૨૫ ચો. કિમી, આંધ્ર પ્રદેશમાં ૯૯૦ ચો. કિમી., કેરળમાં ૮૨૩ ચો. કિમી, જમ્મુ અને કાશ્મીરમાં ૩૭૧ ચો. કિમી. અને હિમાચલ પ્રદેશમાં ૩૪૪ ચો. કિમી. છે. દેશમાં વન્યકરણ વધારવાના ક્રમમાં આ રાજ્યો ટોચનાં પાંચ રાજ્યોમાં આવે છે. વન કદમાં વધ્યાં છે અને રાષ્ટ્રીય રીતે ટોચના પાંચમાં છે. દેશમાં વનની વૃદ્ધિ પરના સર્વેક્ષણના સંદર્ભે ઘણી શંકાઓ છે અને વનમાં ઘટાડો નોંધાયો છે. હરિયાળી અને વનની ગીચતાનું આકલન કરતી વખતે વનની માલિકી, વૃક્ષની પ્રજાતિઓ અને વન્ય વિસ્તારનું પ્રબંધન- આ બાબતોને વિચારણામાં લેવાઈ નથી. ઉપગ્રહ તસવીરોમાં, જો સમગ્ર વિસ્તારમાં એક હૅક્ટરના દસ ટકા વિસ્તારમાં તસવીરોમાં હરિયાળી (એટલે કે વૃક્ષના ટોચની છત્રી) દેખાય તો વિસ્તારને વન ગણી લેવાનું વિચારવા પર કેટલાંક વર્ષોથી ચર્ચા ચાલી રહી છે.
સામાન્ય રીતે વ્યાવસાયિક પાક અને છોડ જેમ કે કોફી, એકલિપ્ટિસ, નારિયેળ, આંબા અને અન્ય અનેકની ટોચે કુદરતી હરિયાળી હોય છે. આ દૃષ્ટિકોણને ધ્યાનમાં લેતાં, ઉપગ્રહ તસવીરોમાં દેખાયેલી તસવીરોના આધારે ગણતરીમાં લેવાયેલ વનની ગુણવત્તા વિશે શંકાઓ છે.
- ‘કેમ્પા’ ભંડોળ પર આશા
વન સંરક્ષણ અધિનિયમ (૧૯૮૦) અનુસાર, વનોન્મૂલન રોકવા અને બિન-વન વિસ્તારોમાં ચોક્કસ પરિયોજના તરીકે વન્યકરમને પ્રોત્સાહન આપવા દેશભરમાં ચોક્કસ પ્રક્રિયાનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ માટે લાખો ઍકર જમીન આ પરિયોજનાઓ માટે ચિહ્નિત કરવામાં આ છે. વિશ્વ બૅન્કના અહેવાલ અ–સાર, ૧૯૮૦-૨૦૧૬ના સમયગાળા દરમિયાન, દેશની ૨૨,૨૩,૦૦૦ ઍકર જમીન બિન વન પરિયોજનાઓ હેઠળ હસ્તાંતરિત કરવામાં આવી હતી. તે દેશમાં વન વિસ્તારના ૧.૨ ટકા જેટલી છે. વન કાયદા અનુસાર, આ વિસ્તારની સાથે વૈકલ્પિક વન ઊભાં કરાવાં જોઈએ. આવા વૈકલ્પિક વન ઊભા કરાવાની પ્રક્રિયા અંગે વન સર્વેક્ષણ સંસ્થા (એફએસઆઈ)એ અભ્યાસ કર્યો છે કે કેમ તેના કોઈ સંકેતો નથી. વર્ષ ૨૦૦૯માં, રાષ્ટ્રીય વળતરરૂપ વન્યકરણ ભંડોળ પ્રબંધન અને આયોજન સત્તામંડળ (કેમ્પા) કેન્દ્રીય રીતે બનાવવામાં આવ્યું હતું જેનું કામ વળતરરૂપ વન્યકરણ ભંડોળ હેઠળ ભંડોળ એકઠું કરીને તેનું પ્રબંધન કરવાનું હતું.