ગુજરાત

gujarat

By

Published : Sep 25, 2019, 5:35 AM IST

ETV Bharat / bharat

મોદી ટ્રમ્પની બેઠકથી અમે સંતુષ્ટ: વિદેશ સચિવ

નવી દિલ્હી: વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું કે, વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બઠેક થઈ હતી. આ બેઠકથી વિદેશ મંત્રાલય ઘણું સંતુષ્ટ છે.

vijay gokhle

વિદેશ સચિવે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં આંતકવાદના પકડારોનો સામનો કરવાનો પણ ઉલ્લેખ પણ કર્યો હતો. આ વિશેની જાણકારી વિજય ગોખલેએ પ્રેસ બ્રીફિંગ દરમિયાન આપી હતી. વિદેશ સચિવે કહ્યું કે, બંને નેતાઓ વચ્ચે આશરે 30 થી 45 મીનિટ સુધી વાતચીત થઈ હતી.

તેમણે કહ્યું કે, આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ જવાબ આપ્યો કે, અમે પાકિસ્તાનની સાથે વાતચીત કરવાથી પાછળ નથી હટી રહ્યાં, પરંતુ વાતચીત પહેલા અમે એવું ઇચ્છે છીએ કે, પાકિસ્તાન તે પહેલા કોઈ યોગ્ય પગલાં ભરે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનના તરફથી આ માટે કોઈ પ્રયત્ન નથી કરવામાં આવી રહ્યો.

ANIનું ટ્વીટ
ગોખલે કહ્યું કે, વડાપ્રધન મોદીએ આતંકવાદના મુદ્દા પર ભારતનો દર્ષ્ટિકોણ સામે રાખ્યો છે. જેની પર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ વિચાર રજૂ કર્યો હતો. વિજય ગોખલે કહ્યું કે, ટ્રમ્પે આ સ્વીકાર્યું કે, આતંકવાદ એક પડકાર છે, જેનો બંને દેશોએ મળીને સમનો કરવો જોઈએ.

ABOUT THE AUTHOR

...view details