ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની કુલભૂષણ જાધવના પરિવાર સાથે મુલાકાત - Foreign Minister Sushma

નવી દિલ્લીઃ પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના પરિવારે ગુરવારે પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની મુલાકાત કરી. સુષ્મા સ્વરાજે પોતાના કાર્યકાળ દરમિયાન નૌસેનાના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને છોડાવા માટે ઘણી મહેનત કરી હતી.

પૂર્વ વિદેશ પ્રધાન સુષમાની કુલભૂષણ જાધવના પરિવારે કરી મુલાકાત

By

Published : Jul 26, 2019, 10:56 AM IST

તેમણે ગુરૂવારે ટ્ટીટ કરીને જણાવ્યું હતું કે "કુલભૂષણ જાધવના પરિવારના સભ્ય (ગુરુવારના) અહિંયા મને મળવા આવ્યા હતા. તેમને મારી તરફથી શુભકામના."

પૂર્વ વિદેશ પ્રધાન પોતાના કાર્યકાળ દરમિયાન જાધવના પરિવારની ઘણા નજીક રહીને પાકિસ્તાનમાં જાધવની પાસે પહોંચવા માટે અધિકારિઓ અને કાનૂની ટીમ સાથે મળીને કામ કર્યુ હતું

પાકિસ્તાનની સેના કોર્ટ દ્વારા આપાયેલા નિર્ણય પર રોક લગાવા અને જાધવને રાજકીય પહોંચ ઉપલબ્ધ કરવા માટે આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (ICJ)ના ચુકાદાનું સૌથી પહેલા સ્વાગત કરવા વાળામાંથી એક હતા સુષ્મા સ્વરાજ.

એમણે ટ્ટીટ કરીને, જાધવના મામલે હું દિલથી આંતરરાષ્ટ્રીય કોર્ટના ચુકાદાનું સ્વાગત કરુ છુ, ભારત માટે આ બહુ મોટી જીત છે.

તેમણે આ મામલાને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લઈ જવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો તથા આ કેસને ધારદાર રીતે રજૂ કરનારા વકીલ હરીશ સાલ્વેનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details