શ્રી નગરઃ આજે કાશ્મીરમાં 25 વિદેશી રાજદૂતોના પ્રાવસનો બીજા દિવસ છે, ત્યારે તેમને ભારતીય સેનાએ આજે તેમને સુરક્ષા વ્યવસ્થા અંગેની જાણકારી આપી હતી. આ પહેલા બુધવારે રાજદૂતની ટીમે નૌકા વિહારનો આનંદ માણ્યો હતો. વિદેશી રાજદૂત આજે જમ્મુનો પ્રવાસ કરશે. જ્યાં આજે તેઓ જમ્મુ- કાશ્મીરના મુખ્ય ન્યાયાધીશ, કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ, જિલ્લા પ્રશાસનના અધિકારી અને જમ્મુના નાગરિક સમાજના સભ્યો સાથે બેઠક કરી હતી.
જમ્મુ-કાશ્મીરઃ સેનાના અધિકારીઓને મળશે વિદેશી પ્રતિનિધિમંડળ - "કલમ 37૦ રદ
કાશ્મીરમાં 25 વિદેશી રાજદૂતનો પ્રવાસનો આજે બીજો દિવસ છે, ત્યારે આજે જમ્મુ-કાશ્મીરના મુખ્ય ન્યાયાધીશ, કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ, જિલ્લા પ્રશાસનના અધિકારી અને જમ્મુના નાગરિક સમાજના સભ્યો સાથે બેઠક કરી હતી. જેમાં તેમણે પ્રદેશની સુરક્ષા અંગે જાણકારી આપવામાં આવી હતી.
નોંધનીય છે કે, વિદેશી રાજદૂતની બીજી ટીમ બુધવારે જમ્મુ-કાશ્મીર પહોંચી હતી. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, "કલમ 37૦ રદ થયા બાદ સ્થિતિને સામાન્ય થતાં થોડો સમય લાગશે. પણ સમયની સાથે ધીરે-ધીરે બધુ પહેલા જેમ થઈ જશે." આ પહેલા 9 અને 10 જાન્યુઆરીએ કાશ્મીર ક્ષેત્રમાં સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયત્નોને જોવા માટે US એમ્બેસેડર કેનેથ જસ્ટર અને વિયેટનામ, દક્ષિણ કોરિયા, બ્રાઝિલ, નાઇજર, નાઇજિરિયા, મોરોક્કો, ગુઆના, આર્જેન્ટિના, ફિલિપાઇન્સ, નોર્વે, માલદીવ, ફીજી ટોગો, બાંગ્લાદેશ અને પેરુના રાજદ્વારીઓ સહિત 15 દેશોના દૂત જમ્મુ આવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, આ ટીમમાં અફઘાનિસ્તાન, ઑસ્ટ્રેલિયા, બલ્ગેરિયા, કેનેડા, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, ડોમિનિકન રિપબ્લિક, યુરોપિયન યુનિયન, ફ્રાંસ, જર્મની, હંગેરી, ઇટાલી, કેન્યા, કિર્ગીસ્તાન, મેક્સિકો, નામિબીઆ, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, પોલેન્ડ, રવાન્ડા, સ્લોવાકિયા, તાજિકિસ્તાન, યુગાન્ડા અને ઉઝબેકિસ્તાનના પ્રતિનિધિઓ સામેલ છે.