ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ખાદ્યસામગ્રી માટે સરકારની મદદ ! - લોકડાઉન

ભાંગી પડેલી અર્થવ્યવસ્થાઓ, મુશ્કેલીમાં મુકાયેલાં ક્ષેત્રો, અનેક લોકોએ ગુમાવેલી જિંદગી, છિન્નભિન્ન બનેલી રોજીરોટી... કોવિડની કટોકટીનાં આજે આ બધાં ભયાનક પરિણામો છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)એ એપ્રિલમાં વરતારો આપ્યો હતો કે 1930માં જોવા મળેલા ગ્રેટ ડિપ્રેશન જેવાં જ લક્ષણો અત્યારે જોવા મળી રહ્યાં છે.

food-support-by-governments
ખાદ્યસામગ્રી માટે સરકારની મદદ !

By

Published : Oct 14, 2020, 9:36 PM IST

ન્યૂઝ ડેસ્કઃ ભાંગી પડેલી અર્થવ્યવસ્થાઓ, મુશ્કેલીમાં મુકાયેલાં ક્ષેત્રો, અનેક લોકોએ ગુમાવેલી જિંદગી, છિન્નભિન્ન બનેલી રોજીરોટી... કોવિડની કટોકટીનાં આજે આ બધાં ભયાનક પરિણામો છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)એ એપ્રિલમાં વરતારો આપ્યો હતો કે 1930માં જોવા મળેલા ગ્રેટ ડિપ્રેશન જેવાં જ લક્ષણો અત્યારે જોવા મળી રહ્યાં છે. આઈએમએફનો આ વરતારો અનેક દેશોમાં જબરદસ્ત પરિસ્થિતિઓ દ્વારા હાલ સચોટ રીતે પુરવાર થતો દેખાય છે ! ચાર મહિના અગાઉ વર્લ્ડ બેન્કે એવું અનુમાન દર્શાવ્યું હતું કે વસ્તીની માથાદીઠ આવકમાં જોરદાર ઘટાડો જોવા મળશે અને લાખો લોકો કારમી ગરીબીમાં સપડાશે. વર્લ્ડ બેન્કે તાજેતરમાં જ વર્ષ 2021 સુધીના ભાવિ વિશે આકલન કર્યું છે. તેણે ખાસ કરીને સબ-સહારન આફ્રિકા અને દક્ષિણ એશિયામાં કારમી ગરીબીમાં જીવી રહેલા 15 કરોડ લોકો માટેની વ્યૂહરચનાઓ અને વિકાસ યોજનાઓ બદલવા જણાવ્યું છે. અલબત્ત, ભારત માટે અતિ ગંભીર પરિસ્થિતિનું ભાવિ ભાખનાર ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (આઈએલઓ)એ અંદાજ્યું છે કે દેશમાં રોજગાર ગુમાવનરા 40 કરોડ કામદારો દારૂણ ગરીબીમાં ધકેલાશે. એશિયન ડેવલપમેન્ટ બેન્ક અને ફિચ જેવી રેટિંગ એજન્સીઓ તેમજ વર્લ્ડ બેન્કનું અનુમાન છે કે ભારતમાં ઘરઆંગણે નાણાંકીય ક્ષેત્રે 9-9.6 ટકાનો ઘટાડો જોવા મળશે. અગાઉથી જ વાસ્તવિક મંદીમાં સપડાયેલા અર્થતંત્રને કોવિડ મહામારીએ મરણતોલ ફટકો માર્યો છે. લાખો કામદારો અને તેમના ઉપર નિરાશ્રિત લોકો, જેમની કોઈ સ્થિર આવક નથી, તેઓ ભાવિ રોજીરોટી માટે ઘોર અનિશ્ચિતતામાંથી પસાર થઈ રહ્યા છે. સતત ચાલુ એવી કટોકટી દરમ્યાન તેમજ યોજનાઓ અને કાર્યક્રમો અલમાં મૂકાય અને કોવિડ પછી પણ સામાન્ય સ્થિતિ પાછી ફરે ત્યાં સુધી લાખો-કરોડો ગરીબોનાં પેટ કેવી રીતે ભરવાં?

કોવિડની કટોકટી દરમ્યાન વિવિધ ક્ષેત્રોને નુકસાન થયું હોવા છતાં સમગ્ર વર્ષ દરમ્યાન દેશભરમાં આવેલી પાંચ લાખ રાશનની દુકાનોને માલ પૂરો પાડવા સક્ષમ એવા અનાજના પુરવઠાથી છલકાતા ગોદામોએ બચાવી લીધો છે. રવિ પાકોની પર્યાપ્ત ઉપજ ઉપલબ્ધ હોવાને કારણે સરકારોએ આ અસાધારણ પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરવા માટે પોતાની તત્પરતા વધારવાની જરૂર છે. દેશમાં અનાજનો વિપુલ જથ્થો હોવાની ખાતરી આપીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું કે તેઓ નવેમ્બરના અંત સુધી દેશના 80 કરોડ ગરીબ લોકોને વિનામૂલ્યે અનાજ અને કઠોળ આપવા ઈચ્છે છે. રાજ્ય સરકારોએ કોરોના મહામારીને કારણે પોતાના ધંધા-રોજગાર ગુમાવી ચૂકેલા લોકોના પરિવારોને તેઓ ફરી પોતાના પગ ઉપર ઊભા રહેવા સક્ષમ ન બને અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી વિનામૂલ્યે રાશન આપવાની આ માનવતાભરી જવાબદારી ખભેખભા મિલાવીને ઉપાડી લેવી જોઈએ. રાજ્ય-વાર અને જિલ્લા-વાર વિસ્તૃત સર્વે યુદ્ધના ધોરણે થવા જોઈએ, જેથી કેટલા લોકોએ પોતાની આજીવિકા ગુમાવી અને ગરીબીમાં ફસાયા છે, તે જાણી શકાય. સાચા અર્થમાં પારદર્શી અને ન્યાયસંગત હોય તેવી વિતરણ વ્યવસ્થા અપનાવવી આવશ્યક છે, જેથી રાશનનો માલસામાન ફક્ત જરૂરિયાતમંદને પહોંચે તે સુનિશ્ચિત કરી શકાય. અનાજનો કુલ ખર્ચ કેન્દ્ર સરકારે ઉઠાવવો જોઈએ. રાજ્ય સરકારોએ સમગ્ર વિતરણ પ્રક્રિયા વિશ્વાસપૂર્વક સંચાલિત કરવી જોઈએ, કોઈ પણ વચેટિયા આ પ્રક્રિયામાં દખલગીરી ન કરે તેની કડક દેખભાળ રાખવી જોઈએ. બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન બંગાળમાં કારમો દુષ્કાળ પડ્યો હતો. તે સમયે સરકારી ગોદામો અનાજથી છલોછલ હોવા છતાં બ્રિટિશ સરકારની નીતિ નિષ્ફળ નીવડતાં 30 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. નક્કર અને મજબૂત કાર્યયોજના દ્વારા જ આવી કમનસીબ પરિસ્થિતિ ફરી સર્જાય નહીં તે સુનિશ્ચિત થઈ શકે અને તેનાથી ભોગ બનેલા લાખો લોકોના જીવન ઉગરી જશે !

ABOUT THE AUTHOR

...view details