નવી દિલ્હી: કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રાલય આજે એક નવી યોજનાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. આ યોજના 'સપનો કી ઉડાન 'નામ આપવામાં આવ્યું છે. સૂક્ષ્મ ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગને ઔપચારિક રુપ આપવા માટે મંત્રાલય તરફથી આ પગલું લેવામાં આવ્યુ છે.
ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રાલય આજે લૉન્ચ કરશે 'સપનો કી ઉડાન ' યોજના - gujaratinews
કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ પ્રધાન હરસિમરત કૌર બાદલ આજે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત 'સપનો કી ઉડાન 'યોજનાનો શુભારંભ કરશે. આ સિવાય એફએમઈ માટે એક નવી યોજના શરુ કરવાની સાથે ઓનલાઈન કૌશલ કાર્યક્રમ પણ લૉન્ચ કરશે.
![ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રાલય આજે લૉન્ચ કરશે 'સપનો કી ઉડાન ' યોજના food ministry](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7814436-thumbnail-3x2-uqwe.jpg)
food ministry
કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ પ્રધાન હરસિમરત કૌર બાદલ અને રાજ્યપ્રધાન રામેશ્વર તેલી આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત 'સપનો કી ઉડાન ' યોજનાનો શુભારંભ કરશે.આ સિવાય માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ માટે એક નવી યોજના શરુ કરવાની સાથે ઓનલાઈન કૌશલ કાર્યક્રમ પણ લૉન્ચ કરશે.