નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ગુરૂવારે જણાવ્યું કે, કોરોના વાઈરસના સંકટ સાથે સફળતાપૂર્વક કાર્યવાહી કરવા સરકાર તેમજ ડૉકટરોના નિર્દેશોનું પાલન કરવું જરૂરી છે. RSSના એક લાખથી વધુ સ્વયંસેવકો દેશભરમાં રાહત કાર્યમાં રોકાયેલા છે, તેમ સંગઠનના મહામંત્રી ભૈયાજી જોશીએ ઓનલાઈન પ્રસારિત થયેલા રામનવમી પર્વ નિમિત્તે એક સંબોધનમાં કર્યુ હતું.
કોરોના વાઈરસથી બચવા લોકો સરકાર અને ડૉકટર્સના નિર્દેશોનું પાલન કરે: RSS - આરોગ્ય કર્મચારી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ગુરૂવારે જણાવ્યું કે, કોરોના વાઈરસના સંકટ સામે બચવા માટે સરકારના તેમજ ડૉકટર્સના નિર્દેશોનું કડકાઈથી પાલન કરવું જરૂરી છે.
ભૈયાજી જોશીએ કહ્યું, હું માનું છું કે, જો આપણે આગામી બે મહિના સુધી નિયમોનું પાલન કરતા રહીશું તો, આપણે પહેલાની જેમ આપણું સામાન્ય જીવન જીવી શકીશું. માત્ર જો આપણે નિયમોનું યોગ્ય પાલન કરવાનો સંકલ્પ કરીએ તો જ. આખી દુનિયા એક ખતરનાક મહામારીનો સામનો કરી રહી છે અને સરકાર અને ડૉકટરોએ આપેલી સૂચનાનું પાલન કરીને તેના પર કાબૂ મેળવી શકાય છે.
જોશીએ જણાવ્યું હતું કે, RSSના એક લાખથી વધુ સ્વયંસેવકો દેશમાં દસ હજારથી વધુ સ્થળોએ કામ કરી રહ્યાં છે, તેઓ વિતરણ કરે છે, હોસ્પિટલોમાં મદદ કરે છે. સ્વયંસેવકો રક્તદાન શિબિરમાં પણ ભાગ લઈ રહ્યા છે અને આરોગ્ય કર્મચારી અને સુરક્ષા કર્મચારીઓને ખોરાક પૂરા પાડી રહ્યાં છે.