ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોર્બેટ નેશનલ પાર્કમાંથી મળી 'ઉડતી ખિસકોલી', દુનિયામાં દુર્લભ જીવમાંથી એક - કશ્મીર રેડ ફ્લાઇંગ ખિસકોલી

રામનગર: કોર્બેટ નેશનલ પાર્કમાં કેટલાક દુર્લભ જીવ મળી આવતા હોય છે. આ વચ્ચે હવામાં ઉડતી એક ખિસકોલી મળી આવી છે. જે જંગલોમાં ઓછી જોવા મળે છે અને દુર્લભ પ્રજાતીની છે. પરંતુ, હાલમાં તેને કોર્બેટ તંત્રએ પાર્કમાં જ રાખી છે. જેને લઇને પાર્ક તંત્રમાં ખુશી છવાઇ છે.

કોર્બેટ નેશનલ પાર્કમાંથી મળી 'ઉડતી ખિસકોલી', દુનિયામાં દુર્લભ જીવમાંથી એક

By

Published : Sep 14, 2019, 9:53 AM IST

કોર્બેટ નેશનલ પાર્કમાં કશ્મીર રેડ ફ્લાઇંગ ખિસકોલી જોવા મળી છે. જેને ઉડનારી ખિસકોલીના નામેે ઓળખવામાં આવે છે. જેને લઇને પાર્કમાં ખુશીનો માહોલ સર્જોયો છે.

કોર્બેટ નેશનલ પાર્કમાંથી મળી 'ઉડતી ખિસકોલી', દુનિયામાં દુર્લભ જીવમાંથી એક

કોર્બેટ નેશનલ પાર્કના વોર્ડન શિવરાજે જણાવ્યું કે આ ખિસકોલી પાકિસ્તાન જેવા દેશો પાસેથી મળી આવે તેમ છે. જે વૃક્ષમાં રહેતી જોવા મળે છે. આ દુર્લભ ખિસકોલી કોર્બેટ નેશનલ પાર્કમાં જોવા મળી હતી.

કશ્મીર રેડ ફ્લાઇંગ ખિસકોલી ઉડતી ખીસકોલીને નામે ઓળખાય છે. વન્યજીવ પ્રેમીઓનું કહેવુ છે કે આ જીવ દુર્લભ છે. જે રાત્રીના સમયે જ જોવા મળે છે. જેના આગળના પંજા અને પાછળના પંજામાં તેની ચામડી જોડાયેલી હોય છે. જ્યારે આ ખિસકોલી હવામાં હોય છે ત્યારે તે તેના બંને પંજાઓને ખોલી નાખે છે અને આસાનીથી હવામાં ઉડે છે.

ABOUT THE AUTHOR

...view details