ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લોકડાઉન દરમિયાન શિવરાજ સિંહ ચૌહાણ બહુમતી સાબિત કરશે - શિવરાજ સિંહ ચૌહાણના શપથ

ભારતમાં કોરોના વાઇરસથી ફેલાયેલા સંકટ વચ્ચે શિવરાજ સિંહ ચૌહાણે ચોથી વખત મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા હતા. મંગળવારે મધ્ય પ્રદેશ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને પોતાની બહુમતી સાબિત કરવી પડશે. કમલનાથ દ્વારા 20 માર્ચના રોજ આપવામાં આવેલા રાજીનામાં બાદથી ભાજપે સરકાર રચવી શરૂ કરી દીધી હતી.

ETV BHARAT
લોકડાઉન દરમિયાન શિવરાજ સિંહ ચૌહાણ બહુમતી સાબિત કરશે

By

Published : Mar 24, 2020, 10:37 AM IST

ભોપાલઃ સમગ્ર દુનિયા કોરાનાની મહામારીમાં ઝઝુમી રહી છે. ભારતમાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે. આ દરમિયાન સોમવારે ભાજપ નેતા શિવરાજ સિંહ ચૌહાણે ચોથી વખત મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે. ત્યારબાદ મધ્ય પ્રદેશમાં 4 દિવસીય વિધાનસભા સત્ર બોલાવવામાં આવ્યું છે. આ વિધાનસભા સત્ર અંગેની સૂચના મોડી રાત્રિએ આપવામાં આવી હતી.

15મી વિધાનસભાના આવનારા સત્રને લઇને વિધાનસભા તરફથી મોડી રાત્રિએ વિધિવત કામગીરીની યાદી જાહેર કરવામાં આવી છે. આ સત્રનું આયોજન 24 માર્ચથી 27 માર્ચ દરમિયાન કરવામાં આવ્યું છે.

4 દિવસીય સત્રમાં ત્રણ બેઠકનું આયોજન કરવામાં આવશે. મંગળવારે વિધાનસભામાં અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવશે. આ દરમિયાન ભાજપને પોતાની બહુમતી સાબિત કરવી પડશે. વિધાનસભાનું સત્ર મંગળવારે 11 વાગ્યે શરૂ કરવામાં આવશે. આ દરમિયાન નાણાકિય વર્ષને ધ્યાનમાં રાખીને બજેટના બદલે લેખાનુદાન લાવવામાં આવશે. આ લેખાનુદાન 27 માર્ચના રોજ લાવવામાં આવી શકે છે, જેના માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

16 માર્ચના રોજ વિધાનસભાનું સત્ર રાજ્યપાલના અભિભાષણથી શરૂ થયું હતું, પરંતુ અભિભાષણ પૂર્ણ થયાના થોડા સમયમાં કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. ત્યારબાદ હાઈકોર્ટના આદેશ અનુસાર 20 માર્ચના રોજ એક વખત ફરી વિધાનસભા સત્ર બોલાવવામાં આવ્યું હતું. આ સત્ર શરૂ થયા પહેલાં કમલનાથે મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું અને સત્ર સ્થગિત કરવામાં આવ્યું હતું.

મધ્ય પ્રદેશમાં સત્તા પરિવર્તન બાદ શિવરાજ સિંહે મુખ્યપ્રધાનનો કાર્યભાર સંભાળી લીધો છે. ભાજપ સરકારે પોતાની બહુમતી સાબિત કરવાની છે, પરંતુ આ વિધાનસભા સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસ ધારાસભ્યોની વિધાનસભા આવવા પર આશંકા છે. કારણ કે, વિધાનસભા સત્રની સૂચના મોડી રાત્રિએ આપવામાં આવી હતી અને કોંગ્રેસના મોટા ભાગના ધારાસભ્યો પોતાના મત-વિસ્તારમાં છે.

આવી પરિસ્થિતિમાં માનવામાં આવે છે કે, કોંગ્રેસના ઘણા ધારાસભ્યો સત્રના પ્રથમ દિવસે હાજર નહીં રહે, જેનો સીધો ફાયદો ભાજપને થવાનો છે. વિધાનસભાની શરૂઆત મોડી થશે, કારણ કે, નર્મદા પ્રસાદ પ્રજાપતિએ વિધાનસભા અધ્યક્ષના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

ABOUT THE AUTHOR

...view details