ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સરહદી વિસ્તારમાં મુશળધાર વરસાદને લીધે બિહારમાં પૂરની સ્થિતિ, 18 લાખ લોકો પ્રભાવિત

પટના: બિહારમાં પૂરને કારણે કેટલાંક જિલ્લામાં પૂરની સ્થિતી વિકરાળ બની છે. રાજ્યના 11 જિલ્લાઓ પૂરની ઝપટમાં આવ્યા છે. તો આ પુરને કારણે અંદાજે 18 લાખ લોકો પુરથી અસરગ્રસ્ત થયા છે. પૂરથી અસરગ્રસ્ત ક્ષેત્રોમાં રાહત અને બચાવ અભિયાન ચલાવવા માટે NDRF અને SDRF ની ટીમને તૈનાત કરવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપન વિભાગના અહેવાલ મુજબ, નેપાળ સરહદની નજીકના વિસ્તારોમાં મુશળધાર વરસાદને કારણે રાજ્યની પાંચ નદીઓ ડેન્જર ઝોનમાં આવી ગઈ છે.

પટના

By

Published : Jul 15, 2019, 12:22 PM IST

બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારે કેટલાંક જિલ્લાના પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા હવાઈ સર્વેક્ષણ કર્યુ હતું.

પુરથી અસરગ્રસ્ત વિસ્તાર

અહેવાલમાં મળતી વિગતો મુજબ, પૂરથી થયેલા 4 લોકોના મૃત્યુમાં અરરિયામાં 2 લોકો જ્યારે શિવહર અને કિશનગંજમાં 1-1 વ્યક્તિના મોત થયા છે.

પુરથી અસરગ્રસ્ત વિસ્તાર

રાજ્યના 9 જિલ્લાઓમાં શિવહર, સીતામઢી, પૂર્વી ચંપારણ, મધુબની, અરરિયા, કિશનગંજ, સુપૌલ, દરભંગા અને મુઝફ્ફરપુરના 55 વિભાગોમાં કુલ17,96,535 લોકો પ્રભાવિત થયા છે.

પુરથી અસરગ્રસ્ત વિસ્તાર

મળતી વિગતો મુજબ, પૂરને કારણે સૌથી વઘુ સીતામઢીમાં લોકો અસરગ્રસ્ત થયા છે. અહિં અંદાજે 11 લાખ લોકો પુરથી પ્રભાવિત થયા છે. જેના બાદ અરરિયામાં 5 લાખ લોકો પુરનો સામનો કરી રહ્યા છે.

પુરથી અસરગ્રસ્ત વિસ્તાર

પુરથી પ્રભાવિત જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી માટે NDRF અને SDRF ની 13 ટીમને તૈનાત કરવામાં આવી છે.
પ્રશાસને 45053 લોકોને આશરો આપવા માટે 152 રાહત શિબિર શરૂ કર્યા છે. જ્યારે 252 જેટલી ભોજન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

પુરથી અસરગ્રસ્ત વિસ્તાર

સતત મુશળધાર વરસાદવે કારણે રાજ્યમાં 5 નદીઓ બાગમતિ, કમલા બલાન, લાલબક્યા, અધવારા અને મહાનંદા જેટલી કેટલાંક વિસ્તારોમાં ઉપરથી વહી રહી છે.

પુરથી અસરગ્રસ્ત વિસ્તાર

પટનાના હવામાન વિભાગ કેન્દ્રએ આગામી ચાર દિવસોમાં અનેક સ્થળોએ વરસાદની આગાહી કરી છે.

ABOUT THE AUTHOR

...view details