ગુવાહાટી : આસામ અને બિહારમાં શનિવારે પૂરની ભયાનક પરિસ્થિતિ સર્જાઇ હતી. બંને રાજ્યોમાં આશરે 36 લાખ લોકો પૂરથી અસરગ્રસ્ત થયાં છે. આસામમાં પૂર અને ભૂસ્ખલનને કારણે કુલ 132 લોકોના મોત થયા છે. બિહારમાં અત્યારસુધીમાં 10 લોકોના મોત થયાં છે. સરકારી રિપોર્ટ અનુસાર આસામમાં 27 જિલ્લામાં આશરે 26.38 લાખ લોકો અસરગ્રસ્ત થયાં છે. તેમજ પૂરથી 97 અને ભૂસ્ખલનથી 26 લોકોના મોત થયાં છે.
#Flood : આસામ અને બિહારમાં પૂરથી 36 લાખ લોકો અસરગ્રસ્ત - Floods in Bihar
આસામ અને બિહારમાં પૂરની પરિસ્થિતિ શનિવારના રોજ ભયંકર બની હતી. તેમજ ઉત્તરપૂર્વીય રાજ્યમાં વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આસામ અને બિહારમાં બંને રાજ્યોમાં પૂરથી આશરે 36 લાખ લોકો અસરગ્રસ્ત થયાં છે.
શુક્રવારે અસરગ્રસ્ત લોકોની સંખ્યામાં1.6 લાખનો ઘટાડો થયો છે. જોકે, અસરગ્રસ્ત જિલ્લામાં વધુ એક જિલ્લાનો સમાવેશ થયો છે. ગ્વાલાપાડા પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો છે. અહીં 4.7 લાખ લોકો અસરગ્રસ્ત થયાં છે. તેમજ બારપેટ અને મોરીગામ જિલ્લામાં 4.24 લાખ અને 3.75 લાખ લોકો અસરગ્રસ્ત થયાં છે. બ્રહ્મપુત્ર નદી ગુવાહાટી , તેજપુર , ઘુબરી, અને ગવાલાપાડ શહેરો પર ભયજનક રીતે વહી રહી છે.
અત્યાર સુધીમાં પૂરથી 127 પ્રાણીઓનો મોત થયાં છે. કાજીરંગા ઉદ્યાનમાં 157 પ્રાણીઓને બચાવી લેવામાં આવ્યા છે. તેમજ બિહારમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં હેલિકોપ્ટર દ્વારા રાહત સામ્રગી પહોંચાડવામાં આવી રહી છે. આશરે 10 લાખ લોકો આ પૂરથી અસરગ્રસ્ત છે. પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં રાજ્યસરકાર તેમને 6 હજાર રૂપિયાની સહાયતા પણ કરશે. અધિકારીઓએ જણાવ્યું કે, એનડીઆરએફની 13 ટીમ બચાવ અભિયાનમાં સામેલ છે.