બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારે નિવેદન જાહેર કરતા મૃતકોના પરિવારો પ્રતિ સંવેદના વ્યક્ત કરી તેમજ પરિજનોને 4 લાખ રૂપિયાનું વળતર આપવાની ઘોષણા કરી છે.
સમગ્ર દેશમાં ચોમાસાની સાથે દક્ષિણ પશ્ચિમી ચોમાસું રાજસ્થાનના બાકીના ભાગમાં પહોંચી ગયું છે. આ સાથે હવે સમગ્ર દેશમાં ચોમાસું આવી ગયું છે. દિલ્હી સિવાય ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમ વરસાદ થયો છે.
બિહારમાં છેલ્લા 24 કલાકમાં વિભિન્ન વિસ્તારમાં પૂરને કારણે મૃતકોની સંખ્યા 14 થઈ ગઈ છે. જેના કારણે ચોમાસાની ઋતુમાં આ આંકડો વધીને 92 સુધી પહોંચી ગયો છે.
રાજ્યમાં રાહત કારગીરી થઈ રહી છે અને મુખ્યપ્રધાન નીતીશ કુમાર દ્વારા 180 કરોડ રૂપિયાથી વધારે ધનરાશિવાળું એક ભંડોળ શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પૂરગ્રસ્ત લોકોને ડાયરેક્ટ ફંડ ટ્રાન્સફર (ડીબીટી) દ્વારા સહાય પૂરી પાડવામાં આવશે.
ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ, પૂરથી અસરગ્રસ્ત જીલ્લામાં સૌથી વધુ અસરગ્રસ્ત સીતામાઢી છે. ગઇકાલ સુધી થયેલા કુલ 78 લોકોના મોતમાં 27 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ સમગ્ર વિસ્તાર અચાનક આવેલા પૂરથી પ્રભાવિત છે. આ પૂર નેપાળમાં છેલ્લા સપ્તાહે થયેલા ભારે વરસાદને લીધે આવ્યું છે.
અસમમાં પૂરમાં વધુ 11 લોકોના મોતની સાથે મૃતકોની સંખ્યા વધીને 47 થઈ ગઈ છે. જ્યારે રાજ્યમાં 33 માંથી 27 જિલ્લામાં 48.87 લાખ લોકો પ્રભાવિત થયા છે.
રાજ્યમાં કુલ 1.79 લાખ હેક્ટર ખેતીલાયક જમીન પાણીમાં ડૂબી ગઈ છે અને કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન તથા પવિત્રો વન્યજીવ અભ્યારણ્યનો લગભગ 90 ટકા હિસ્સો પાણીમાં ડૂબેલો છે.
આસમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એએસડીએમએ) એ જણાવ્યું છે કે, 11 લોકોના મૃત્યુના સમાચાર મળ્યા છે. જેમાં બારપેટા અને મોરીગાંવમાં 3-3 લોકોનાં મૃત્યુ થયા છે.
હવામાન વિભાગ અનુસાર, ઈડુક્કી, કોઝીકોડ, વાયનાડ, મલ્લપુરમ અને કોન્નૂર જિલ્લાઓમાં શુક્રવારના રોજ 20 સેમીથી વધારે વરસાદ થવાને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતુ. આ વિસ્તારોમાં 19-22 જુલાઈના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જ્યારે સુદૂર ઉત્તરના કાસરગોડ જિલ્લામાં શનિવારના રોજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવશે.