ગુજરાત

gujarat

બિહારના દરભંગામાં ધોધમાર વરસાદથી પૂરની સ્થિતિ, લોકોને પડી રહી છે મુશ્કેલી

By

Published : Aug 9, 2020, 10:47 PM IST

બિહારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં પુરની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે ETV ભારતની ટીમ સતત પુરની સ્થિતિ પર ગ્રાઉન્ડ રિપોર્ટ આપી રહી છે. અમારા સંવાદદાતા દરભંગા જિલ્લાના હનુમાન નગર બ્લોક વિસ્તારમાં પહોચ્યાં તો ત્યા લોકોને કઇ પણ પ્રકારની સુવીધાઓ આપવામાં આવી ન હતી, જેથી લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

flood-situation-due-to-heavy-rains
બિહાર રાજ્યના દરભંગા જિલ્લામાં ધોધમાર વરસાદથી પૂરની સ્થિતિ, લોકોને પડી રહી છે મુશ્કેલી

દરભંગાઃ બિહારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના કેટલાય જિલ્લામાં પુરની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે ETV ભારતની ટીમ સતત પુરની સ્થિતિ પર ગ્રાઉન્ડ રિપોર્ટ આપી રહી છે. અમારા સંવાદદાતા દરભંગા જિલ્લાના હનુમાન નગર બ્લોક વિસ્તારમાં પહોચ્યાં તો ત્યા લોકોને કઇ પણ પ્રકારની સુવીધાઓ આપવામાં આવી ન હતી, જેથી લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. પ્રદેશની મોટાભાગની પંચાયતોના લોકો પૂરનો સામનો કરી રહ્યા છે. સ્થાનીકો પોતાનું ઘર છોડીને સુરક્ષીત જગ્યાની શોધમાં સ્થાળાંતર કરી રહ્યા છે, પરતું ત્યા પણ પૂરનું પાણી પહોચી રહ્યું છે. જેના કારણે તેઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

બિહાર રાજ્યના દરભંગા જિલ્લામાં ધોધમાર વરસાદથી પૂરની સ્થિતિ, લોકોને પડી રહી છે મુશ્કેલી

દરભંગામાં પૂરને કારણે ખૂબ વિનાશ સર્જાઇ રહ્યો છે. લોકોના ઘરોની સાથે જ તેમાં રાખેલી જરૂરી ચીજો અને રાશન પણ પાણીમાં ડૂબી ગયા છે. હાલ ત્યા પરિસ્થિતિ એવી છે કે સ્થાનીકો અનાજ માટે મોહિત થઇ ગયા છે. તેમજ હનુમાન નગર બ્લોક વિસ્તારની 7 પંચાયતોમાં પૂરના કારણે વિજળી પર ખોરવાઇ ગઇ છે. જેના કારણે જન-જીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયુ છે.

બિહાર રાજ્યના દરભંગા જિલ્લામાં ધોધમાર વરસાદથી પૂરની સ્થિતિ, લોકોને પડી રહી છે મુશ્કેલી

સ્થાનિક હીરા પાસવાને જણાવ્યું હતું કે પૂરને કારણે અમારા મકાનમાં રાખેલી બધી ચીજો બરબાદ થઇ ગઇ છે. અમારે દરરોજ ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાટે ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ તેમછંતા પ્રશાસન તરફથી અમને કોઇ મદદ મળી નથી.

હીરા પાસવાને વધુમાં જણાવ્યું કે નેતા, મંત્રીઓ અને જન પ્રતિનિધીઓ ચૂંટણી ટાણે માત્ર વોટ માગવા જ આવે છે. તેમણે કહ્યું કે આ મુશ્કેલીના સમયમાં કોઇ અધિકારી અમારા ખબર-અંતર પણ પૂછવા નથી આવ્યા.

બિહારના દરભંગામાં ધોધમાર વરસાદથી પૂરની સ્થિતિ, લોકોને પડી રહી છે મુશ્કેલી

સ્થાનિક લોકોમાં જન પ્રતિનિધિ સામે ભારે રોષ છે. એક અન્ય સ્થાનિક ભરત સાહનીએ જણાવ્યું હતું કે આ વખતે નેતાઓ જ્યારે વોટ માંગવા આવશે ત્યારે અમે તેમને પાઠ ભણાવીશું. મુખ્યપ્રધાન નીતીશ કુમારે પૂર પહેલા બેઠક કરીને સંબંધિત વિભાગોને તૈયારીઓ પૂર્ણ કરવા સૂચના આપી હતી, પરંતુ તેમછતાં અધિકારીઓની લાપરવાહીના કારણે આમ લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details