ગુજરાત

gujarat

બિહારઃ ગોપાલગંજમાં આવેલા પૂરની સ્થિતિ ગંભીર, સરકાર દ્વારા ફક્ત એક પ્લાસ્ટિક આપવામાં આવ્યું

By

Published : Aug 5, 2020, 9:40 PM IST

ગોપાલગંજ જિલ્લામાં આવેલા વિનાશક પૂરથી પ્રભાવિત લોકો એનએચ-28 પર આશ્રય લઈ રહ્યાં છે. આ પૂર પીડિતોની સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે. તેમને વહીવટી તંત્ર દ્વારા એક જ પ્લાસ્ટિક આપવામાં આવ્યું છે. આ સિવાય તેમને કોઈ સુવિધા નથી મળી રહી. આ સ્થિતિ હોવા છતાં, વહીવટી તંત્ર સતત પૂર પીડિતોને દરેક સુવિધા પૂરી પાડવાનો દાવો કરે છે.

flood in gopalganj in bihar
બિહારઃ ગોપાલગંજમાં આવેલા પૂરની સ્થિતિ ગંભીર

ગોપાલગંજ, બિહારઃ ગોપાલગંજ જિલ્લામાં આવેલા વિનાશક પૂરથી પ્રભાવિત લોકો એનએચ-28 પર આશ્રય લઈ રહ્યાં છે. આ પૂર પીડિતોની સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે. તેમને વહીવટી તંત્ર દ્વારા એક જ પ્લાસ્ટિક આપવામાં આવ્યું છે. આ સિવાય તેમને કોઈ સુવિધા નથી મળી રહી. આ સ્થિતિ હોવા છતાં, વહીવટી તંત્ર સતત પૂર પીડિતોને દરેક સુવિધા પૂરી પાડવાનો દાવો કરે છે.

23 જુલાઈની રાત પૂર પીડિતો માટે આપત્તિની રાત સાબિત થઈ હતી. વાલ્મિકી નગર બેરેજમાંથી સાડા ચાર લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતાં સારણ પાળા તૂટી ગયા હતા. સૂઈ રહેલા લોકોના ઘરમાં સંપૂર્ણ રીતે પાણી ફેલાઈ ગયું હતું. ચારે બાજુ અંધાધૂંધી હતી. લોકો તેમના માલની સુરક્ષા માટે આસપાસ દોડવા લાગ્યા હતા.

બિહારઃ ગોપાલગંજમાં આવેલા પૂરની સ્થિતિ ગંભીર

ઘણા લોકોના અનાજ ભીના થઈને નકામા થઈ ગયા હતા. લોકો પોતાની જાન બચાવીને પૂરના પાણીમાંથી બહાર નીકળી ગયા હતા અને એનએચ 28 પર પહોંચ્યા હતા, જેથી કોઈ તેમની પાસે આવે અને તેમની મદદ કરે. આ ભયાવહ સ્થિતિ હોવા છતાં કોઈ પણ પૂર પીડિતોને જોઈ શક્યું નહીં.

પથરા ગામની રહેવાસી હરકી દેવીની આખી સંપત્તિ પૂરના પાણીમાં નષ્ટ થઈ ગઈ હતી. આખો પરિવાર પોતાનો જીવ બચાવીને એનએચ-28 પર પહોંચી ગયો હતો. વહીવટી તંત્ર દ્વારા ફક્ત એક પ્લાસ્ટિક આપવામાં આવ્યું હતું. સમુદાયના રસોડામાં બાળકોને ખોરાકના અભાવે ભૂખે મરી રહ્યાં હતા. ભોજન કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહતી. હરકી દેવીએ કોઈ પણ રીતે પોતાના ભૂખ્યા બાળકો માટે રાશનની વ્યવસ્થા કરી. ભોજન બનાવવા ચુલ્હા અને વાસણોની વ્યવસ્થા કરીને રસોઈ બનાવવાની શરૂ કરી હતી. આ જોઈને બાળકો ખુશ થઈ ગયા હતા. આ વાત ફક્ત હરકી દેવી સાથે જ નથી બની. પરંતુ આવા ઘણા પૂર પીડિતો છે જે આ સમસ્યા વેઠી રહ્યાં છે.

વહીવટી તંત્રના દાવા જેણે પૂર પીડિતોને દરેક રીતની મદદ કરી હતી, તે અહીં ખોટું સાબિત થાય છે. પૂર પીડિતોએ એનએચ-28 પર પ્લાસ્ટિકની ઝૂંપડી બનાવીને આખા પરિવાર સાથે આશરો લીધો છે. એનએચ-28 પર વાહનોની ઝડપી ગતિ અને વરસાદી પાણી પૂર પીડિતોને ભયભીત કરે છે. આવી સ્થિતિમાં, વહીવટી સુવિધા, આશ્રયસ્થાનો અથવા સમુદાય રસોડું ફક્ત પોકળ દાવા સાબિત થયાં છે. પૂર પીડિતોને સ્થાનિક લોકો અને સામાજિક સંસ્થાઓ દ્વારા ભોજન આપવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details