ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુશળધાર વરસાદના કારણે બિહારમાં પૂરનું તાંડવ, આશરે 65 લોકોના મોત

પટના: બિહારમાં પ્રલયકારી પૂર તાંડવ કરી રહ્યું છે. દર વર્ષની જેમ આ વખતે પણ આ પૂરમાં લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. પ્રદેશમાં અત્યાર સુધી પૂરને કારણે 65 લોકો તેના જીવ ગુમાવી ચૂક્યા છે. તો બીજી તરફ કેટલાંક લોકો લાપતા છે.

પટના

By

Published : Jul 17, 2019, 10:16 AM IST

ચારેય તરફ મંડરાઈ રહ્યું તાંડવ

આંકડાની વાત કરીએ તો મોતિહારીમાં 21 લોકોના મોત થઈ ચૂક્યા છે. જો કે પ્રશાસને 14 લોકોના મૃત્યુની પુષ્ટી કરી છે. અરરિયામાં 14 લોકોના મોત થયા છે. જ્યારે પ્રશાસન તરફથી 10 લોકોના મોતની પુષ્ટી કરાઈ છે.

બિહારમાં પૂરનો કહેર

મધુબનીમાં 4 લોકોના મોત

તો મધુબનીમાં આ ભયંકર પૂરને કારણે 7 લોકોના મોત થઈ ચૂક્યા છે. આપત્તિ સંચાલન વિભાગે (ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ) આ બાબતની પુષ્ટી કરી છે. કિશનગંજમાં 4 લોકોના મોત થઈ ચૂક્યા છે. સીતામઢીમાં પણ 4 લોકો આ ભયંકર પૂરનો શિકાર થઈ ચૂક્યા છે.

બિહારમાં પુરનો કહેર

શિવહરમાં 6 બાળકીઓના મોત

સુપૌલમાં મૃતકોનો આંકડો 5 પર પહોચ્યો છે. જ્યારે શિવહરમાં 6 બાળકીઓના મોત થયા છે. મુઝફ્ફરપુરમાં 2 બાળકોના મોત થયા છે. દરભંગામાં પણ પૂરને કારણે અત્યાર સુધી 2 લોકો મૃત્યુ પામ્યા છે.

બિહારમાં પુરનો કહેર

12 જિલ્લાના 22 લાખ લોકો પુરથી પ્રભાવિત

જણાવી દઈએ કે, સૂબેમાં 12 જિલ્લાઓ પૂરથી પ્રભાવિત છે. 22 લાખ લોકો પૂરની ઝપેટમાં છે. સરકાર આ સમસ્યાને પહોંચી વળવા તંત્રએ સંપૂર્ણ પણે પોતાની તૈયારી દાખવી છે.

ABOUT THE AUTHOR

...view details