નીતિશ કુમારે વિધાનસભામાં વધુમાં કહ્યું હતું કે, મેં રાહત અને બચાવની પ્રક્રિયાને વધારવાના આદેશ આપી દીધા છે. કુલ 125 હોડીઓ દ્વારા લોકોની બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. NDRF તથા SDRFની 26 ટૂકડીઓ ખડે પગે રાખવામાં આવી છે. 199 રાહત શિબિર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. જ્યા 1.16 લાખ લોકો રહે છે. કુલ 676 સામુદાયિક રસોઈ ઘર બનાવામાં આવ્યા છે, જ્યા લોકોને જમવાનું આપવામાં આવે છે.
બિહારમાં પૂરના કારણે 25 લોકોના મોત, 25.71 લાખ લોકો પ્રભાવિત થયાં - Patana
પટના: વરસાદના કારણે દેશના ઘણાં બધા રાજ્યોમાં પૂરનું સંકટ આવ્યું છે. ત્યારે બિહારમાં પણ દરભંગા વિસ્તાર પૂરથી અસરગ્રસ્ત થયો છે. જ્યા 12 વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ અંગે બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે એક નિવેદન આપતા કહ્યું હતું કે, આ પૂરમાં 25 લોકોના મોત નિપજ્યા છે. જો કે 16 જિલ્લાઓમાં 25.71 લાખ લોકોઆ પૂરથી પ્રભાવિત થયા છે.
![બિહારમાં પૂરના કારણે 25 લોકોના મોત, 25.71 લાખ લોકો પ્રભાવિત થયાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3856759-thumbnail-3x2-dddd.jpg)
બિહારમાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે, જેથી અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. જણાવી દઈએ કે, બિહારમાં 12 જિલ્લાઓમાં પૂર આવ્યું છે, જેમાં 24 લોકોના મોત નિપજ્યા છે.જો કે, 25 લાખ 66 હજાર લોકોને પૂરથી અસર થઈ છે. બિહાર રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જણાવ્યાં મુજબ રાજ્યના 16 જિલ્લા પૂરથી પ્રભાવિત છે. જ્યાં રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવાયું છે. રાજ્યમાં પ્રમુખ નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. જેનાથી નવા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસવાની આશંકા છે. બિહારની સાથે સાથે નેપાળમાં પણ ભારે વરસાદના કારણે નેપાળથી આવતી નદીઓ અનેક જગ્યાઓ પર ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.