કર્ણાટક: બિજાપુર જિલ્લામાં સતત ધોધમાર વરસાદના કારણે નદી-નાળા છલકાઈ ગયા છે. જે કારણે જિલ્લામાં પુરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
કર્ણાટક: બીજાપુર પર પૂરનું સંકટ - પાકને વ્યાપક નુકસાન
ભારે વરસાદને કારણે કર્ણાટકના બિજાપુર જિલ્લામાં આવેલા નદી-નાળા છલકાઈ ગયા છે. જેનાલીધે બીજાપુર જિલ્લા પર પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે.
બીજાપુર પર પૂરનું સંકટ
બીજાપુર જિલ્લામાં પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. આ સાથે મકાન પણ ધરાશાયી થયા હોવાના કિસ્સા સામે આવ્યા છે. ઘણા ગામો સંપર્ક વિહોણા થયા છે. જિલ્લામાં હાલ મીંગાચલ, બંગાપાલ અને જાંગલાં પુલ પરથી પાણી વહી રહ્યું હોવાના દ્રશ્યો સર્જાયા છે. જ્યારે તુમનાર પુલમાં પુલ પરથી પાણી જવાને કારણે અવર-જવર બંધ કરવામાં આવી છે.
ભારે વરસાદના કારણે બીજાપુર જિલ્લાના 50 ગામો સંપર્ક વિહોણા થયા છે. જ્યારે NDRFની ટીમ સતત બચાવ કામગીરી કરી રહી છે.