ગુજરાત

gujarat

By

Published : Jun 3, 2020, 4:57 PM IST

ETV Bharat / bharat

વંદે ભારત મિશનઃ દુબઇમાં ફસાયેલા 180 ભારતીયો સાથેની ફ્લાઇટ તમિલનાડુ પહોંચી

વંદે ભારત મિશન હેઠળ એર ઇન્ડિયા એક્સપ્રેસ (IX 1611) ફ્લાઇટમાં બુધવારે તમિલનાડુ પહોંચી છે. જેમાં 94 પુરૂષ, 66 સ્ત્રી અને 17 બાળકો તેમજ ત્રણ શિશુઓ સવાર હતા.

Flight News
Flight News

કોઈમ્બતુર: વંદે ભારત મિશન અંતર્ગત દેશમાં પરત ફરવાની ફ્લાઇટ દુબઈમાં ફસાયેલા 180 ભારતીયોને લઈને બુધવારે વહેલી સવારે આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર આવી હતી.

મળતી માહિતી મુજબ, એર ઇન્ડિયા એક્સપ્રેસ (IX 1611) ની ફ્લાઇટમાં 94 પુરૂષો, 66 સ્ત્રી 17 બાળકો અને ત્રણ શિશુઓ સાથે બે મહિના બાદ આવી હતી. તે શહેરની પ્રથમ વતન માટેની ફ્લાઇટ છે. મોટાભાગના પ્રવાસી તમિલનાડુ અને કેટલાક કર્ણાટક અને પુડ્ડુચેરીના હોવાનું હવાઇમથકનાં અધિકારીઓએ જણાવ્યું હતું.

આ એરપોર્ટ પરની તબીબી ટીમે પીસીઆર આધારિત કોવિડ-19 પરીક્ષણો માટે તમામ પ્રવાસીઓના નમૂનાઓ એકત્રિત કર્યા હતા. તેઓ બધાને એક સપ્તાહ માટે સંસ્થાકીય ક્વોરન્ટાઇન માટે હોટલોમાં અથવા તેમની પસંદની જગ્યાએ મોકલવામાં આવશે.

આ પ્રવાસીઓના ક્વોરન્ટાઇનનો ખર્ચ તેમણે પોતે જ ઉઠાવવાનો રહેશે. જે લોકો કોરોનાનો પોઝિટિવ કેસ આવશે, તેને તરત જ હોસ્પિટલમાં ખસેડી સારવાર કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details