ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુંબઈઃ ભિવંડીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, 11 લોકોના મોત - Bhivandi

મહારાષ્ટ્રના મુંબઈ સ્થિત થાનેમાં ભિવંડી સ્થિત પટેલ કમ્પાઉન્ડ વિસ્તારમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ છે. જેમાં 11 લોકોના મોત થયા છે. જ્યારે 20 લોકો ઘાયલ થયા છે.

ભિવંડીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી
ભિવંડીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી

By

Published : Sep 21, 2020, 6:49 AM IST

Updated : Sep 21, 2020, 6:14 PM IST

મુંબઈઃ મહારાષ્ટ્રના મુંબઈ સ્થિત થાનેમાં ભિવંડી સ્થિત પટેલ કમ્પાઉન્ડ વિસ્તારમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ છે. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા છે.

મુંબઈઃ ભિવંડીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, 10 લોકોના મોત

ભિવંડીમાં અનેક વાર ઈમારત ધરાશાયી થવાની ઘટના બનતી હોય છે. ત્યારે આજે ફરી કમ્પાઉન્ડ વિસ્તારમાં ત્રણ માળની ઈમારત થતાં 11 લોકોના મોત થયા છે. કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. જ્યારે સ્થાનિકો દ્વારા 20 લોકોને બચાવવામાં આવ્યાં છે.

આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 20 થી 25 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. હાલ કાટમાળ નીચે દબાયેલા લોકોને બચાવવાની કામગીરી શરૂ છે.

તો વડાપ્રધાન મોદીએ પણ આ અંગે ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું હતું અને તેના પરીજનોને આશ્વાસન આપ્યું હતું.

તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આ ઘટનાને લઇને ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું હતું.

Last Updated : Sep 21, 2020, 6:14 PM IST

ABOUT THE AUTHOR

...view details