દુમકા/ગિરીડીહઃ દુમકા જિલ્લામાં વીજળી પડવાથી 5 લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે. દુમકા સબ ડિવિઝન ઓફિસર મહેશ્વર મહાતોના જણાવ્યા અનુસાર, 30 વર્ષીય સોમલાલ બેસરા અને 20 વર્ષીય રાજીવ હંસદા મસલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મકરામપુર ખાતે રસ્તાની એક ખાણી-પીણીની દુકાન પાસે નાસ્તો કરી રહ્યાં હતા, ત્યારે વીજળી પડતાં બન્નેના ઘટના સ્થળે મોત થયા છે.
ઝારખંડમાં વીજળી પડવાથી 5 લોકોના મોત - jharkhand districts
ઝારખંડના દુમકા સબ ડિવિઝન ઓફિસર મહેશ્વર મહાતોના જણાવ્યા અનુસાર, ઝારખંડના દુમકા અને ગિરીડીહ જિલ્લામાં વીજળી પડવાથી 5 લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે. બીજી તરફ દુમકાના અસના ગામમાં શિકારીપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ વિજળી પડવાથી રાફિક અંસારી નામના 30 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે.
ઝારખંડમાં વિજળી પડવાથી 5 લોકોના મોત
ખાણી-પીણીની દુકાનના માલિક બબલુદાસ 27 વર્ષીય ઈજાગ્રસ્ત થતા તેમને દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ દુમકામાં પણ એક વીજળી પડવાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં 30 વર્ષીય રફીક અંસારીનું મોત થયું હતું.
આ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગિરીડીહ જિલ્લામાં 12 વર્ષીય નિતેશ પંડિત અને 35 વર્ષિય ખેડૂત રમેશ રાય પર પણ વીજળી પડતાં મોતને ભેટ્યા છે.