ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરઃ ડોડામાં ભિષણ માર્ગ અકસ્માત, પાંચ લોકોના મોત - જમ્મુ કાશ્મીરમાં અકસ્માત

જમ્મુ-કાશ્મીરના ડોડામાં ભિષણ માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનામાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મળતી માહિતી મુજબ એક કાર ખીણમાં ખાબકતા મોટી દુર્ઘટના સર્જાઇ હતી.

Five died in  eco car accident at Doda road
Five died in eco car accident at Doda road

By

Published : Jun 26, 2020, 12:15 PM IST

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના ડોડામાં એક કાર ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ કારનો નંબર JK-019-6674 છે. શુક્રવારે આ ઘટનાનો શિકાર થયેલી કાર રામબન જિલ્લાથી ડોડા તરફથી આવી રહી હતી.

જમ્મુ-કાશ્મીરમાં અકસ્માત

આ દરમિયાન રાગી નાલાની નજીક કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ખીણમાં ખાબકી હતી. કારમાં સવાર તમામ પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

ABOUT THE AUTHOR

...view details