હિમાચલ પ્રદેશઃ મંગળવારે સવારે 6 વાગ્યે ચંદીગઢથી ચંબા જઇ રહેલી બસનો અકસ્માત સર્જાયો છે. ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ 100 મીટરની ઊંડી ખીણમાં ખાબકી છે. અકસ્માતમાં કુલ 5 લોકોનાં મોત થયાં છે, જ્યારે 35 ઘાયલ છે.
હિમાચલ પ્રદેશમં બસ અકસ્માત, 5ના મોત, 35 ઘાયલ - જવાહરલાલ નેહરૂ મેડિકલ કૉલેજ
હિમાચલ પ્રદેશના ચંબામાં HRTCની બસ 100 મીટર ઉંડી ખીણમાં ખાબકતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અતસ્માતમાં 4 લોકોના ઘટનો સ્થળે જ મોત થયા હતાં. જ્યારે 35 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. જેથી મૃત્યુઆંક 5 થયો છે.
હિમાચલ પ્રદેશમં બસ અકસ્માત, 5નાં મોત, 35 ઘાયલ
મળતી માહિતી મુજબ, બસમાં 40 લોકો મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માત સર્જાયા બાદ સ્થાનિક લોકો અને પોલીસે મુસાફરોનો બચાવ કર્યો હતો. ત્યારબાદ તમામ ઘાયલ મુસાફરોને ચંબાની જવાહરલાલ નેહરૂ મેડિકલ કૉલેજમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. ઘાયલોમાં 2ની સ્થિતિ ગંભીર છે અને તેમને ટાંડા મેડિકલ કૉલેજ મોકલવામાં આવ્યા છે.