મુંબઈ: મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે સરકારી કર્મચારીઓને રજાની ભેટ આપી છે. મહારાષ્ટ્રમાં સરકારી નોકરી કરનાર લોકોને હવે સપ્તાહમાં માત્ર 5 દિવસ જ કામ કરવું પડશે. આ નિર્ણય મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે. આ આદેશ 29 ફેબ્રુઆરીથી લાગુ થશે.
મહારાષ્ટ્ર સરકાર તરફથી કરાયેલા વાયદા પ્રમાણે સરકારી કર્મચારીઓને સપ્તાહમાં બે દિવસ રજાની જાહેરાત કરાઈ છે. હાલ મહારાષ્ટ્રના સરકારી કર્મચારીઓને બીજા અને ચોથા શનિવારે રજા આપવામાં આવે છે. હવે દર શનિવાર અને રવિવારે સરકારી કર્મચારીને રજા રહેશે.
મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં આ મોટો નિર્ણય લીધોંછે. આ સાથે કેબિનેટ બેઠકમાં વધુ એક નિર્ણયની જાણકારી મહારાષ્ટ્ર સરકારના પ્રધાન ઉદય સામંતે આપી છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્ર સરાકારે 19 ફેબ્રુઆરીથી કોલેજમાં રાષ્ટ્રગીત ફરજિયાત કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજય સરકાર હેઠળ અંદાજે 20 લાખથી વધુ અધિકારી અને કર્મચારી કામ કરે છે. આ સાથે મંત્રીમંડળે એ પણ કહ્યું કે, રાજ્ય સરકારે ઓબીસી, એસીબીસી(સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ) વીજેએનટી અને વિશેષ પછાત વર્ગો વિભાગ હવે 'બહુજન કલ્યાણ વિભાગ' તરીકે ઓળખાશે.