ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રિલાયન્સે પોતાની 5 કંપનીના કાર્યાલયને અમદાવાદમાં કર્યા શિફ્ટ... - Business

મુંબઈ: રિલાયન્સ કંપનીએ પોતાના 5 નોંધાયેલા કાર્યાલયોને અમદાવાદમાં સ્થળાંતરિત કર્યાં છે, એવું અધિકારીઓ દ્વારા સોમવારે જણાવવામાં આવ્યું હતું. જેમાંથી 4 કંપની મુકેશ અંબાણી દ્વારા ચાલતી દૂરસંચાર એકમ રિલાયન્સ જીઓ છે. જ્યારે પાંચમી રોકાણ કંપની છે, જેને મુકેશ અંબાણીએ પ્રચારિત કરી છે.

AHB

By

Published : May 14, 2019, 10:24 AM IST

ઉલ્લેખનીય છે કે, અંબાણી પરિવાર મૂળરૂપે ગુજરાતનો છે અને તેની પેટ્રોરસાયણની કંપની જામનગરમાં જ છે. રિલાયન્સ કંપનીના એક અધિકારીએ કહ્યું કે, “આંતરિક રીતે એવો વિચાર હતો કે, અમારી કેટલીક એકમો ગુજરાતમાં રજીસ્ટર થવી જોઈએ. તેથી આ પગલું ઉઠાવ્યું છે.” અધિકારીઓએ એમ પણ કહ્યું કે, કંપનીની દષ્ટિએ કોઈ ફેરફાર આવશે નહીં કારણ કે ટેક્સ અને બીજા બધા પાસા ભારતમાં સરખા જ છે. વધુમાં દસ્તાવેજ પણ ઓનલાઈન ભરવામાં આવતા હોવાથી મુશ્કેલી ઊભી થશે નહીં.

ABOUT THE AUTHOR

...view details