બિહાર: બિહારના ચંપારણ જિલ્લામાં આવેલા મોતિહારીમાં એક દુઃખદ ઘટનામાં અગ્નિસંસ્કાર માટે ગયેલા 5 બાળકો વિધિ પતાવીને તળાવમાં સ્નાન કરવા જતા ડૂબી ગયા હતા. NDRF દ્વારા તમામના મૃતદેહ બહાર કાઢી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બિહારના મોતીહારીમાં તળાવમાં ડૂબવાથી 5 બાળકોના મોત - બિહારના મોતીહારીમાં 5 બાળકોના મોત
બિહારના મોતીહારીમાં 5 બાળકોના તળાવમાં ડૂબવાથી મોત થવાની કરુણ ઘટના સામે આવી છે. તેઓ એક અંતિમવિધિ પતાવી તળાવમાં સ્નાન કરવા ગયા હતા.
![બિહારના મોતીહારીમાં તળાવમાં ડૂબવાથી 5 બાળકોના મોત બિહારના મોતીહારીમાં તળાવમાં ડૂબવાથી 5 બાળકોના મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-02:18:17:1594284497-bh-mot-01-5-dead-script-7202744-09072020130908-0907f-1594280348-965.jpg)
બિહારના મોતીહારીમાં તળાવમાં ડૂબવાથી 5 બાળકોના મોત
આ ઘટના ચકિયા નગર પંચાયતના ફૂલવરિયા ગામની છે. વોર્ડ નંબર-2ના રહીશ કૃષ્ણ ઠાકુરનું મૃત્યુ થતા ગ્રામજનો તેના અંતિમવિધિમાં ગયા હતા. વિધિ પૂરી થયા બાદ તળાવમાં સ્નાન કરી રહેલા બે બાળકો ડૂબવા લાગ્યા હતા જેમને બચાવવા ગયેલા અન્ય 3 બાળકો પણ ડૂબી ગયા હતા.
ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી. NDRFની મદદથી તમામ મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.