ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેશમાં પ્રથમવાર મહિલા સૈન્ય પોલીસમાં ભર્તી યોજાઈ, દેશસેવા માટે અંબાલા પહોંચી 5000 દીકરીઓ - મહિલા સૈન્ય પોલીસ ભર્તી

હરીયાણા: અંબાલામાં ભારતીય સેનામાં પહેલીવાર જનરલ ડ્યુટી માટે મહિલા સૈન્ય પોલીસની ભર્તી માટે રેલીનું આયોજન કરાયું હતું. જે શનિવારના રોજ અંબાલા છાવણીના ખડગા સ્ટેડિયમમાં શરૂ કરાઈ હતી.

ETV BHARAT

By

Published : Sep 7, 2019, 7:50 PM IST

આગામી 5 દિવસ સુધી ચાલશે ભર્તી રેલી

અંબાલા છાવણીમાં મહિલા સૈન્ય પોલીસ ભર્તી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે આગામી 5 દિવસ સુધી ચાલું રહેશે. આ રેલીમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, હિમાચલ, ચંદીગઢ, જમ્મુ અને લદ્દાખની યવુતીઓએ ભાગ લીધો હતો. આશરે 5000 યુવતીઓએ આ રેલીમાં જોડાઈ હતી.

ETV BHARAT

પહેલીવાર મહિલા સૈન્ય પોલીસ ભર્તી યોજાઈ

પહેલીવાર ભારતીય સેનામાં અધિકારી પદ હેઠળના હોદ્દા માટે મહિલાઓની ભર્તી કરવામાં આવી છે. આ રેલીનું આયોજન પાંચ રાજ્યોમાં કરવામાં આવ્યું છે. જેમાં બેંગ્લોર, શિલાંગ, જબલપુર અને અંબાલા છાવણીનો સામેલ છે. મહત્વની વાત એ છે કે, જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 અને 35 Aને હટાવ્યા બાદ ત્યાંની મહિલાઓ પણ હવે આ રેલીમાં જોડાઈ શકે છે.

PM મોદીનું બહાદુર દીકરીઓને ભેટ

વડાપ્રધાન મોદીએ ગત વર્ષે સ્વતંત્રતા દીન નિમિત્તે પોતાના ભાષણમાં યુવતીઓની સૈન્યમાં ભર્તી અંગેનો નિર્ણય કર્યો હતો. જેના વિશે તેઓએ જણાવ્યું હતું કે, શોર્ટ સર્વિસ કમિશન દ્વારા સશસ્ત્ર દળમાં થનારી મહિલા અધિકારીઓને સ્થાયી કમિશનમાં સામેલ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. વડાપ્રધાને આ નિર્ણયને ભારતની બહાદુર દીકરી માટેની ભેટ ગણાવી હતી.

ABOUT THE AUTHOR

...view details