ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મલેશિયાથી ઝારખંડ પરત આવેલી મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ - ઝારખંડમાં પ્રથમ કોરોના કેસ

ઝારખંડમાં કોરોના વાઈરસથી સંક્રમિત પ્રથમ કેસ સામે આવ્યો છે. રાંચીની હિંદપીઠમાં મલેશિયાની એક મહિલા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ હિંદપીઠ સહિત સમગ્ર જિલ્લાને સંપૂર્ણ લોકડાઉન કરી દેવામાં આવ્યો છે.

corona
corona

By

Published : Mar 31, 2020, 8:15 PM IST

રાંચી: કોરોના સંક્રમિત મહિલાને ક્વોરેન્ટાઇન માટે રાંચીના ખેલગાંવ ખાતે રાખવામાં આવી હતી. તપાસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને રિમ્સમાં ખસેડવામાં આવી રહી છે. તેની ટ્રાવેલ હિસ્ટ્રી મલેશિયાની છે.

અહીં જિલ્લા પોલીસ વહીવટીતંત્રએ લોકડાઉનના પગલે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. રાજ્યના આરોગ્ય સચિવ નીતિન મદન કુલકર્ણીએ આ સમાચારની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે 30 માર્ચે 24 લોકોને રાંચીની હિંદપીઠની મસ્જિદમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેમાંથી એક કોરોના ટેસ્ટ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details