મધ્યમ વર્ગમાંથી આવતી ઈરમીમ શમીમને અનેક વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરીને પ્રીમિયર ઈન્સ્ટિટ્યુટમા પ્રવેશ કરવા માટે ખુબ પરિશ્રમ કર્યો હતો. શમીમ શાળાએ 10 કિલોમીટર ચાલીને જતી હતી, કારણ કે ગામની નજીક કોઈ સારી શાળા ન હતી. આમ બાળપણથી લઈને અત્યાર સુધી શમીમે ખુબ જ સંઘર્ષ કર્યો છે. તેનુ ફળ પણ શમીમને મળ્યુ. તેના પરિવારજનો પણ શમીમની સફળતાથી તેના પર ગર્વ અનુભવે છે. શમીમના ઘરેથી એ ડોક્ટર બને એવી ઈચ્છા હતી. પરંતુ અત્યારે એ લોકો પણ શમીમના નિર્ણયથી ખુશ છે.
AIIMS મેડિકલ પરીક્ષા પાસ કરનાર પહેલી ગુજ્જર મહિલા બની ઈરમીમ શમીમ
જમ્મુ-કાશ્મીર: રાજ્યના રાજોરી જિલ્લાની ઈમરાન શમીમે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ની પરીક્ષા પાસ કરીને ઐતિહાસિક સિદ્ધી મેળવી છે.
AIIMS મેડિકલ પરીક્ષા પાસ કરનાર પહેલી ગુજ્જર મહિલા બની ઈરમીમ શમીમ
શમીમે કહ્યુ કે, બધાને જીવનમા કંઈકને કંઈક સમસ્યા હોય જ છે. પરંતુ, આપણે એ સમસ્યાનો સામનો કરીશું એટલે સફળતા અવશ્ય મળશે.જિલ્લા વિકાસ કમિશ્નરે શમીમના શિક્ષણ ખર્ચની પુરી જવાબદારી ઉઠાવી છે.
શમીમના કાકાએ ખુશી વ્યક્ત કરતા કહ્યુ કે, જમ્મુ-કાશ્મીરની યુવતીઓએ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તર પર જીવનના દરેક ક્ષેત્રમા પોતાની પ્રતિભા દેખાડી નામ ઉજ્જવળ કર્યા છે.