ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતમાં કોરોના : તેલંગણામાં પ્રથમ મોત, સંક્રમિક વૃદ્ધનો ભોગ - Corona Latest News

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે તેલંગણામાં કોરોના વાઇરસના 1 દર્દીનું મોત થયું છે, અને 6 નવા કેસ સામે આવ્યા છે.

Etv Bharat, GUjarati News, Corona News
તેલંગણામાં પ્રથમ મોત

By

Published : Mar 28, 2020, 8:34 PM IST

હૈદરાબાદ : કોરોના વાઇરસના કહેર વચ્ચે તેલંગણામાં સંક્રમિત એક વૃદ્ધનું મોત થતાં ચકચાર મચી છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 65 થઇ છે.

વિદેશથી પરત ફર્યા બાદ તમિલનાડૂમાં ઘરમાં રાખેલો વ્યક્તિ નિર્વસ્ત્ર થઇને બહાર દોડ્યો અને વૃદ્ધ મહિલાને દાંત લગાવ્યા હતા જેના પગલે તે મહિલાનું મોત થયું છે. પોલીસે આ સમગ્ર જાણકારી આપી હતી.

અમદાવાદમાં કોરોના વાઇરસ સંક્રમણથી 46 વર્ષીય મહિલાનું મોત થયું છે. ગુજરાતમાં આ મહામારીથી મરનારા લોકોની સંખ્યા વધીને 4 થઇ છે.

આ તરફ રાજસ્થાનમાં કોરોના વાઇરસથી 4 નવા કેસ સામે આવ્યા છે. જેમાં બાંગર હોસ્પિટલના બે નર્સિંગ સ્ટાફનો પણ સમાવેશ છે. તમને જણાવીએ તો રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 54 થઇ છે.

કેરળમાં કોરોના વાઇરસથી 1 દર્દીનું મોત થયું છે. રાજ્યનો આ પહેલો કેસ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે, દેશભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 873 થઇ છે. અત્યાર સુધીમાં 79 લોકો આ સંક્રમણથી સ્વસ્થ થયા છે. તો અત્યાર સુધીમાં 19 લોકોને આ બિમારીથી મોત થયું છે.

આ તરફ મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર રાજ્યમાં કોરોનાના 8 નવા કેસ સામે આવ્યા છે. જેમાં 7 મુંબઇ અને નાગપુરના છે. તમને જણાવીએ તો રાજ્યમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 197 થઇ છે. તો આ તરફ છત્તીસગઢમાં કોરોના વાઇરસના બચાવ દરમિયાન લૉકડાઉન, વિદેશ યાત્રાની જાણકારી છુપાવવા પર 197 કેસ સામે આવ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 873 થઇ છે. વડાપ્રધાન મોદીએ મંગળવારે રાત્રે 21 દિવસ માટે રાષ્ટ્રવ્યાપી સંપૂર્ણ લૉકડાઉની ઘોષણા કરી હતી. જેનો શનિવારે ચોથો દિવસ છે. બીજી તરફ સિક્કિમમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસથી સંક્રમણ કોઇ પણ કેસ સામે આવ્યો નથી.

ABOUT THE AUTHOR

...view details