નવી દિલ્હીઃ દિલ્હી હિંસા કેસમાં દિલ્હી પોલીસે પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે. પ્રથમ ચાર્જશીટમાં પોલીસ પર ગોળી ચલાવનારા શાહરૂખનું નામ પણ સામેલ છે. શાહરુખ ઉપરાંત ચાર્જશીટમાં ખાલીન અહમદ અને ઈશ્તિયાક મલ્લિકનું પણ નામ છે. આ ચાર્જશીટ કડકડડૂમાં કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
દિલ્હી હિંસા: પોલીસે પ્રથમ ચાર્જશીટ દાખલ કરી, ચાર્જશીટમાં શાહરૂખનું નામ સામેલ - દિલ્હી હિંસા
દિલ્હી હિંસા કેસમાં દિલ્હી પોલીસે પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં દિલ્હી પોલીસ પર ગોળી ચલાવનારા શાહરૂખ સહિત 3 લોકોને આરોપી ઠેરવવામાં આવ્યા છે. ફેબ્રુઆરી મહિનાના અંતમાં દિલ્હીના ઉત્તર પૂર્વી વિસ્તારમાં હિસાં ફેલાઇ હતી.
દિલ્હી હિંસા: પોલીસે પ્રથમ ચાર્જશીટ દાખલ કરી, ચાર્જશીટમાં શાહરુખનું નામ સામેલ
ફેબ્રુઆરી મહિનાના અંતમાં રાજધાનીના ઉત્તર પૂર્વી વિસ્તારમાં નાગરિક્તા સંશોધન કાયદાને લઇને હિંસા જોવા મળી હતી. આ ઘટનામાં 47 લોકોનાં મોત થયાં હતાં અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા.
ઉલ્લેખનીય છે કે, 24 ફેબ્રુઆરીના રોજ જાફરાબાદ મેટ્રો સ્ટેશન નજીક થયેલી હિંસા દરમિયાન શાહરુખે લોકો પર ગોળી ચલાવી હતી. આ ઉપરાંત શાહરુખે પોલીસ કર્મચારીને પણ બંદૂક બતાવી હતી, જેનો વીડિયો વાયરલ થયો હતો.