મુંબઇઃ કોરોના વાઇરસને કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનથી વિદેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને વંદે ભારત મિશન હેઠળ વતન પરત લાવવામાં આવી રહ્યા છે. આ મિશન હેઠળ 225 ભારતીયોને લઇને એર ઇન્ડિયાનું પહેલું વિમાન મુંબઇ એરપોર્ટ પહોંચ્યું છે. આ સ્પેશિયલ વિમાન અમેરિકાના સૈન ફ્રાન્સિસ્કોથી સોમવારે સવારે મુંબઇ પહોંચ્યું હતું. આ વાતની જાણકારી વિદેશ પ્રધાન એસ. જયશંકરે ટ્વીટ કરીને આપી હતી.
કોરોના વાઇરસથી સૌથી વધુ નુકસાન અમેરિકાને થયું છે. જેને ધ્યાને રાખીને ભારત ભારતીય નાગરિકોને ત્યાંથી પરત લાવવાનું કામ કરી રહી છે.
આ પહેલા વંદે ભારત મિશન હેઠળ રિયાદથી 139 અને ઉજ્બેકિસ્તાનથી 21 ભારતીય નાગરિકોને દિલ્હી લાવવામાં આવ્યા હતા. જેના પર વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું કે, ઉજ્બેકિસ્તાનથી આવેલું વિમાન ત્યાંના નાગરિકો તેમજ ભારતથી દવાઓેના સ્ટૉક તાશકંદ જશે.