ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નાગરિકતા સુધારા કાયદાના હિંસક પ્રદર્શનમાં સામેલ આરોપીની વળતર નહીં ચૂકવવા બદલ ધરપકડ - વળતર નહીં ચૂકવવા બદલ ધરપકડ

નાગરિકતા સુધારો કાયદાના હિંસક વિરોધ પ્રદર્શનમાં સામેલ એક આરોપીને વળતર નહીં ચૂકવવા બદલ ધરપકડ કરવામાં આવી છે. હિંસક વિનાશ અને સરકારી સંપત્તિને થયેલા નુકસાનની ભરપાઇ માટે આરોપીને નોટિસ આપવામાં આવી હતી. આ વળતર નહીં ભરવા બદલ આ પહેલી ધરપકડ છે.

લખનઉ
લખનઉ

By

Published : Jul 4, 2020, 7:52 PM IST

લખનઉ: નાગરિકતા સુધારો કાયદાના હિંસક વિરોધ પ્રદર્શનમાં સામેલ એક આરોપીને વળતર નહીં ચૂકવવા બદલ ધરપકડ કરવામાં આવી છે. હિંસક વિનાશ અને સરકારી સંપત્તિને થયેલા નુકસાનની ભરપાઇ માટે આરોપીને નોટિસ આપવામાં આવી હતી. આ વળતર નહીં ભરવા બદલ આ પહેલી ધરપકડ છે.

સદર તહેસિલદાર શંભુ શરણે આ ધરપકડ પર જણાવ્યું હતું કે, આરોપી મોહમ્મદ કલીમ પુત્ર શમસુદ્દીન વિરુધ્ધ એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ટ્રાન્સ ગોમતી વિશ્વ ભૂષણ મિશ્રાની કોર્ટમાંથી આરસી જાહેર કરવામાં આવી હતી.

તેમણે કહ્યું કે આરોપી પાસે 21 લાખ 76 હજાર રૂપિયા બાકી છે. આ વળતર ન ભરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી છે. જેલ તહસીલદારે જણાવ્યું હતું કે ભિટૌલી ચૌરાહા જાનકીપુરમના રહેવાસી મોહમ્મદ કલીમની ધરપકડ કરી જેલમાં મોકલવામાં આવ્યો છે.

ગત વર્ષે 19 ડિસેમ્બરે નાગરિકતા સુધારો કાયદાના વિરોધમાં સરકારી સંપત્તિને ભારે નુકસાન થયું હતું. 57 આરોપીઓ સામે ઓર્ડર જાહેર કરવામાં આવ્યા હતા.આ હિંસક વિરોધ પ્રદર્શનમાં સામેલ 57 આરોપીઓ સામે મેજિસ્ટ્રેટની અદાલત તરફથી આ આદેશો જારી કરવામાં આવ્યા હતા. સામૂહિક જવાબદારીના આધારે 1.55 કરોડ રૂપિયાની ખોટ ભરપાઈ કરવા માટે આરસી આપવામાં આવ્યું હતું. 30 જુનથી ચાર આરોપીઓની સંપત્તિ કુર્ક કરવામાં આવી છે. જેની હરાજી 16 જુલાઇએ યોજાશે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details