ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીર : પાકિસ્તાને સીમા રેખા પાસે ચોકી પર કરી ગોળીબારી - ચોકી

પાકિસ્તાને પુંછ અને કઠુઆ જિલ્લાની સીમા રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પાસેની ચોકીઓ અને ગામમાં ગોળીબારી કરી હતી. જેનો ભારતીય સૈનિકોએ જવાબ આપ્યો હતો. સીમા તરફથી થયેલી ગોળીબારીમાં શનિવારે ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. પાકિસ્તાને ચોકીઓ અને ગામને નિશાન બનાવી સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યુ હતુ.

જમ્મુ કાશ્મીર : પાકિસ્તાને સીમા રેખા પાસે ચોકી પર કરી ગોળીબારી
જમ્મુ કાશ્મીર : પાકિસ્તાને સીમા રેખા પાસે ચોકી પર કરી ગોળીબારી

By

Published : Apr 13, 2020, 5:54 PM IST

શ્રીનગર : પાકિસ્તાને પુંછ અને કઠુઆ જિલ્લામાં સીમા રેખા અને આંતરરાષ્ટ્રીય સીમા રેખા પાસે ચોકીઓ અને ગામમાં ગોળીબારી કરી હતી જેનો ભારતીય સૈનિકોએ વળતો જવાબ આપ્યો હતો. સીમા પાસે મોર્ટર દ્વારા થયેલી ગોળીબારીમાં શનિવારે ત્રણ લોકોના મોત થયા હતા.

અધિકારીઓના જણાવ્યાં અનુસાર સવારે પુંછમાં સીમા રેખા પાસે મેંઢર સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ ગોળીબારી શરૂ કરી હતી. પાકિસ્તાની સૈનિકોએ ચોકીઓ અને ગામાને નિશાન બનાવી અને સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યુ.

આ તકે અધિકારીઓએ જણાવ્યું કે, પાકિસ્તાન તરફથી ચાંદવા અને આસપાસના વિસ્તારોમાં રવિવારેની રાત્રે ઓછામાં ઓછા 9 કલાકે ગોળીબારી શરૂ કરી અને સવારે 4 કલાક સુધી ચાલી. તેઓએ વધુમાં કહ્યું કે, BSFએ તેનો જવાબ આપ્યો હતો.

અધિકારીઓએ કહ્યું કે, ગોળીબારીમાં કોઇ જાનહાની પહોંચી નથી.

ABOUT THE AUTHOR

...view details