જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં રવિવારે અજાણ્યા ઈસમો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ગોળીબારમાં બે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. સેના દ્વારા આ ઘટનાને લઈ તપાસ શરૂ છે. ઘટનાની જાણકારી ખુદ પોલીસ દ્વારા આપવામાં આવી છે.
જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં ગોળીબાર, 2 પોલીસકર્મી ઘાયલ - જમ્મુ કાશ્મીર ન્યૂઝ
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં અજાણ્યા ઈસમો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ગોળીબારમાં બે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. સેના દ્વારા આ ઘટનાને લઈ તપાસ શરૂ છે.
jammu
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બે એસ.પી.ઓ મોહમ્મ્દ સીલમ અને અક્ષય કુમાર સેમિના કોલોની સ્થિત 'ફિલ્ટ્રેશન' પ્લાન્ટની સુરક્ષામાં તહેનાત હતાં. આ દરમિયાન રવિવારે રાત્રે ગોળીબારમાં તેમને ગોળી લાગી હતી.
અધિકારીએ પ્રાથમિક તપાસ દરમિયાન આતંકી હુમલાના સંકેત હોવાનું જણાવ્યું છે.