નવી દિલ્હી: CAA અને NRCને લઇ દેશભરમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે, ત્યારે આજે અલગ અલગ વિદ્યાર્થી સંગઠનો દ્વારા માર્ચ કાઢવામાં આવી હતી. જે રાજઘાટની માર્ચ દરમિયાન એક શખ્સે ફાયરિંગ કર્યુ હતું. તે દરમિયાનમાં એક વિદ્યાર્થી ઘાયલ થયો હતો. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડેલ છે.
CAA-NRC વિરોધઃ દિલ્હીમાં પ્રદર્શન દરમિયાન ફાયરિંગ, યુવક ઘાયલ - વિદ્યાર્થી સંગઠનો
નાગરિકતા સંશોધન બિલ અને રાષ્ટ્રીય નાગરિકતા રજીસ્ટરના વિરોધમાં દિલ્હીની જામિયા ઇસ્લામિયા યુનિવર્સિટીથી રાજઘાટ સુધી માર્ચ સમયે એક શખ્સે ફાયરિંગ કર્યુ હતું. આ ફાયરિંગ દરમિયાન એક વિદ્યાર્થી ધાયલ થયો છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં છેલ્લા કેટલાક સમયથી CAA અને NRCનો વિરોધ થઇ રહ્યો છે.
![CAA-NRC વિરોધઃ દિલ્હીમાં પ્રદર્શન દરમિયાન ફાયરિંગ, યુવક ઘાયલ CAA અને NRCના વિરોધ દરમિયાન યુવકનું ફાયરિંગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5895266-thumbnail-3x2-firing.jpg)
આ સમગ્ર ઘટના વચ્ચે ચોંકાવનાર જેવી બાબત તો એ છે કે, માર્ચ દરમિયાન પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત ખડકી દેવાયો હતો, તેમ છતા પણ આ શખ્સ ક્યાંથી આવ્યો અને કઇ રીતે ગોળી ચલાવી તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. જણાવી દઇએ કે, માર્ચ હોય જેથી પોલીસનો સમગ્ર વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો.
આ ઘટનામાં નજરે જોનારા લોકોનું કહેવું છે કે, યુવક ગોળી ચલાવવા સમયે 'ભારત માતા કી જય', 'દિલ્હી પોલીસ ઝિંદાબાદ' અને 'વંદે માતરમ' જેવા સુત્રોચ્ચારતો હતો. આ સમગ્ર ઘટના બાદ પોલીસે યુવકની ધરપકડ કરી અને પુછતાછ હાથ ધરી છે.