લખનઉ: ઠાકુરગંજ પોલીસ સ્ટેશન હદમાં ચાલી રહેલા નાગરિક્તા સંશોધન કાયદા સામેના વિરોધ પ્રદર્શનમાં બે જુથ વચ્ચે મારામારીનાં દ્રશ્યો સ્રજાયા હતાં. આ દરમિયાન ફાયરિંગ પણ કરાયુ હતું.
પોલીસ તાત્કાલીક પગલાં ભરી ફાયરિંગ કરનાર ફઝલ મિર્ઝા નામનાં યુવકની ધરપકડ કરી હતી. તેમજ તેની પાસેથી પિસ્તોલ પણ જપ્ત કરી લેવાઈ હતી.
લખનઉના ઘંટાઘરમાં છેલ્લા 38 દિવસોથી CAA સામે મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યુ છે. જેમાં વોલન્ટિયર્સ તરીકે જોડાયેલા બે યુવકો વચ્ચે ઝઘડો થયો હતો.
આ અંગે પોલીસ કમિશ્નર સુજીત પાંડેએ કહ્યુ હતું કે, આ ઝઘડો અંગત અદાવતા લીધે થયો હતો. જેને વિરોધ પ્રદર્શન સાથે કોઈ સબંધ નથી. પોલીસ બંને જુથના લોકોને પોલીસ મથકે ખેંચી લાવી છે. તેમની પાસેથી હથિયારો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.