મળતી માહિતી મુજબ, વોશિંગ્ટન ડીસીમાં વ્હાઈટ હાઉસ પાસે મોડી રાતે ફાયરિંગ થયાંનો અવાજ સંભળાયો હતો, ત્યારબાદ ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ઘટનામાં ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
વોશિંગ્ટન ડીસીમાં વ્હાઈટ હાઉસ પાસે ફાયરિંગ, 1નું મોત, 5 ઘાયલ - એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
વોશિંગ્ટન: અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ગુરુવારે મોડી રાત્રે ફાયરિંગ થયું હતું. જેમાં 1નું મોત થયું છે અને પાંચ લોકો ઘાયલ થયા છે. જે જગ્યાએ ફાયરિંગની ઘટના બની હતી, ત્યાં સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. જો કે, અત્યાર સુધી કોઈએ આ હુમલાની જવાબદારી લીધી નથી.
etv bharat
જ્યાં આ ફાયરિંગ થયું છે, તે જગ્યા અમેરિકન રાષ્ટ્રપતિના વ્હાઈટ હાઉસથી માત્ર 3 કિમી જ દૂર છે. સ્થાનિક મીડિયોના જણાવ્યાનુસાર આ ફાયરિંગમાં 6 લોકોને ગોળી વાગી હતી. તેમાંથી એક વ્યક્તિનું મોત થઈ ગયું છે અને પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ છે.
Last Updated : Sep 20, 2019, 3:07 PM IST