બેંગલુરુઃ કર્ણાટકના બેલગામ શહેરમાં (BIMS) હોસ્પિટલમાં ICU વોર્ડમાં કોરોના સંક્રમિતનું મોત થયું હતું. આ સમાચાર સાંભળતા રોષે ભરાયેલા મૃતકના સંબંધીઓએ હોસ્પિટલ સામે પડેલી એમ્બ્યુલન્સમાં આગ લગાવી હતી.
કર્ણાટમાં કોરોનાગ્રસ્ત વ્યક્તિનું મોત, સંબંધીઓએ એમ્બ્યુલન્સમાં આગ લગાવી - karnataka coronavirus news
કર્ણાટકના બલેગામમાં કોરોના સંક્રમિતના મોત બાદ તેના સગા સંબંધીઓએ રોષે ભરાઈ હોસ્પિટલ સામે પડેલી એમ્બ્યુલન્સમાં આગ લગાવી હતી.
Fire
19 જુલાઈએ બેલગામમાં એક કોરોના સંક્રમિતને BIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનુ મોત થયું હતું. કોરોના સંક્રમિતનું મોત થતાં ગુસ્સે ભરાયેલા મૃતકના સંબંધીઓએ હોસ્પિટલ સામે પડેલી એક એમ્બ્યુલન્સમાં આગ લગાવી હતી. આ દરમિયાન તેમણે પોલીસ જીપ અને ખાનગી વાહનો પર પથ્થરમારો પણ કર્યો હતો. આટલુ જ નહી હોસ્પિટલના કર્મચારીઓ સાથે મારપીટ પણ કરી હતી.
આ ઘટનાની જાણ થતાં જ ફાયર ફાયટર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.