ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજસ્થાન: જયપુર નજીકના ડુંગર પર લાગી આગ - rajasthan news

જયપુર જિલ્લાના સોમોદમાં આવેલા પંચમુખી હનુમાન મંદિરમાં આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે લગભગ 5 કિલોમીટર સુધી જ્વાળાઓ દેખાઈ રહી હતી. આ પહેલા પણ આ ડુંગર પર આગની અનેક ઘટનાઓ બની છે.

ડુંગર પર લાગી આગ
ડુંગર પર લાગી આગ

By

Published : Oct 21, 2020, 7:33 AM IST

  • જયપુર નજીક આવેલા એક પર્વત પર લાગી આગ
  • પંચમુખી હનુમાન મંદિરમાં આગ
  • આગ પર મેળવ્યો કાબુ

જયપુર: રાજસ્થાનના જયપુર નજીક સામોદ ટેકરી પર મંગળવારે રાત્રે 9 વાગ્યે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ભીષણ આગ હોવાના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.બધી બાજુ ધુમાડો હતો. પવનના કારણે આગ વિકરાળ બની હતી. ત્યાં હાજર લોકોએ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

ફાયર ટીમ અને સ્થાનિકો દ્વારા આગ પર કાબુ

જોકે પર્વત ફાયરની ટીમ ન પહોંચી શકી છતા પણ ફાયર ટીમને આગ પર કાબુ મેળવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ સ્થાનિક લોકો પણ ફાયર ટીમની મદદે આગળ આવ્યા હતા. નાંગલ ભરડા ગામના યુવકો અને ફાયર કર્મચારીઓના સહયોગથી આશરે બે કલાક બાદ આગ પર કાબુ મેળવામાં આવ્યો હતો. ફાયર ઓફિસર સુરેશ યાદવે જણાવ્યું કે બીટર સિસ્ટમનો ઉપયોગ આગને કાબૂમાં લેવા માટે કરવામાં આવ્યો હતો.

પર્વત પર પાણીની વ્યવસ્થાના અભાવે ફાયર ટીમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મળતી માહિતી મુજબ આશરે 1 કિલોમીટરના વિસ્તારમાં ઝાડ,ઘાસ બળી ગયા હતા. ઘટનાની માહિતી મળતા સામોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જોકે આગનું કારણ સામે આવ્યું નથી.

ABOUT THE AUTHOR

...view details