દિલ્હી: સદર બજારમાં આવેલી આર્મી કેન્ટીનમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં 4 ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
દિલ્હીના સદર બજારમાં આવેલી આર્મી કેન્ટીનમાં લાગી આગ - news of delhi
દિલ્હીના સદર બજારમાં આવેલી સર્વોત્તર સીએસડી આર્મી કેન્ટીનમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર વિભાગની 4 ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
દિલ્હીના સદર બજારમાં આવેલી આર્મી કેન્ટીનમાં લાગી આગ
ફાયર વિભાગના ડાયરેક્ટર અતુલ ગર્ગના જણાવ્યા મુજબ આગનો ફેલાવો ઘણો વધી ગયો હતો. જેને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટના સ્થળ પર મોકલવામાં આવી હતી. કેન્ટીનમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. એટલું જ નહિ કેન્ટીનની દિવાલનો એક ભાગ ધરાશાયી પણ થઈ ગયો હતો. સદનસીબે આગ લાગવાથી કોઈ જાનહાનિ થઈ નથી.
ઘટનાની જાણ થતા જ ડિવિઝનલ ઓફિસર એસ.કે દુઆ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગની સમય સૂચકતાના પગલે આગ પર સમયસર કાબૂ મેળવી લેવામાં આવતા મોટી જાનહાની ટળી હતી.