ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સિમલાના ફિગાસ વિસ્તારમાં આવેલી એક ખાનગી હોટલમાં આગ લાગી - ફાયર વિભાગના ડીએફઓ ધર્મચંદ શર્મા

સિમલાના તારાહાલની નજીક ફિગાસમાં કેપિટલ હોટલમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતા લાખોનું નુકસાન થયું હતું. જોકે,આ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

Shimla
સિમલાના ફિગાસ વિસ્તારમાં આવેલી એક ખાનગી હોટલમાં આગ લાગી

By

Published : Oct 29, 2020, 10:16 AM IST

  • ફિગાસમાં આવેલી એક ખાનગી હોટલમાં આગ
  • આગ લાગતા લાખોનું નુકસાન
  • કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી

સિમલા : સિમલાના તારાહાલની નજીક ફિગાસમાં કેપિટલ હોટલમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. જેનાથી લાખોનું નુકસાન થયું છે. આ આગ રાત્રે 11.20 મિનિટ પર લાગી હતી. જેની સૂચના ફાયરબ્રિગેડને મળતાં ફાયરના સ્ટાફે ઘટના સ્થળ પહોંચી આગને કાબૂમાં લીધી હતી. જોકે,આ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આ ઘટનામાં હોટલને 2 લાખનુ નુકસાન થયું છે.

ફાયર સ્ટેશનની ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો

ફાયર વિભાગના ડીએફઓ ધર્મચંદ શર્માએ જણાવ્યું કે, સૂચના મળતાં ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી. આશરે 1 કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. તેમણે કહ્યું કે, આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આગની સૂચના મળતાં ત્રણેય સ્ટેશનોથી કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હતા. આ આગથી કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી.

ABOUT THE AUTHOR

...view details