ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજધાની દિલ્હીમાં નિઝામુદ્દીન રેલવે યાર્ડમાં અચાનક આગ લાગી - Nizamuddin Railway Yard

રાજધાની દિલ્હીમાં નિઝામુદ્દીન રેલવે યાર્ડમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાથી દોડધામ મચી ગઇ હતી, ત્યારબાદ ફાયર વિભાગની 4 ગાડીઓએ આવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

રાજધાની દિલ્હીમાં નિઝામુદ્દીન રેલ્વે યાર્ડમાં અચાનક લાગી આગ
રાજધાની દિલ્હીમાં નિઝામુદ્દીન રેલ્વે યાર્ડમાં અચાનક લાગી આગ

By

Published : Jul 12, 2020, 9:50 PM IST

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં નિઝામુદ્દીન રેલવે યાર્ડમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાથી દોડધામ મચી ગઇ હતી, ત્યારબાદ ફાયર વિભાગની 4 ગાડીઓએ આવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

રાજધાની દિલ્હીમાં નિઝામુદ્દીન રેલ્વે યાર્ડમાં અચાનક લાગી આગ
નિઝામુદ્દીન રેલવે યાર્ડમાં કામદારો માટે કેટલાક શેડ બનાવવામાં આવ્યા છે. જેમાં અચાનક આગ લાગી હતી. આગે ખુબ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી ફાયરના કર્મચારીઓને પણ આગ બુઝાવવામાં ખૂબ મુશ્કેલી પડી રહી હતી. એક કલાક બાદ ફાયર વિભાગ દ્વારા આગ પર પૂરી રીતે કાબૂ મેળવવામાં આવ્યો હતો.

નિઝામુદ્દીન રેલવે યાર્ડમાં લાગેલી આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ફાયર વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે એક કલાકમાં આગ ઓલવવામાં આવી હતી. હાલમાં તે તપાસ ચાલુ છે કે આ કેવી રીતે લાવી હતી.

ABOUT THE AUTHOR

...view details