નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં ફરી આગ લાગી હતી. બુધવારે મધ્ય રાત્રીએ લાગેલી આ આગ એટલી વિકરાળ હોવાથી 70 ઝૂંપડીઓ તેની ચપેટમાં આવી છે.
દિલ્હીના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં લાગી આગ, આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ શરૂ - latest news of Delhi
દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં ફરી આગ લાગી હતી. બુધવારે મધ્ય રાત્રીએ લાગેલી આ આગ એટલી વિકરાળ હોવાથી 70 ઝૂંપડીઓ તેની ચપેટમાં આવી છે.

Fire
સમગ્ર ઘટનાની જાણ થતાં જ ફાયર ફાયટરની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ ફાયર ફાયટર દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ કૈટસ એમ્બ્યુલન્સની 10 ગાડીઓને પણ ઘટના સ્થળે મોકલવામાં આવી છે.
દિલ્હીમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં લાગી આગ
આ અગાઉ પણ આ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અનેકવાર આગની ઘટના બની ચૂકી છે. કેટલાય ગરીબ લોકો આગને કારણે ઘર વિનાના થઈ ગયા છે. આજે પણ 70 જેટલી ઝૂંપડીઓ આગની ચપેટમાં આવી છે. હજી સુધી આ આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી.