પશ્ચિમ બંગાળ : કોલકાતા શહેરના ઉત્તર ભાગમાં ગણેશચંદ્ર એવન્યુ ખાતે 5 માળના રહેણાંક મકાનના પહેલા માળે આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં અત્યાર સુધી 2 લોકોના મોત થયા છે. ફાયર બ્રિગેડની 10 ગાડી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
કોલકાતાના રહેણાંક મકાનમાં આગ લાગતા 2ના મોત, 10 ફાયર ટેન્ડર ઘટના સ્થળે - ગણેશચંદ્ર એવન્યુ
કોલકાતા શહેરના ઉત્તર ભાગમાં ગણેશચંદ્ર એવન્યુ ખાતે 5 માળના રહેણાંક મકાનના પહેલા માળે આગ લાગી હતી. જેમાં અત્યાર સુધી 2 લોકોના મોત થયા છે. ફાયર બ્રિગેડની 10 ગાડી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

ફાયર બ્રિગેડ
કોલકાતા પોલીસ અધિકારીએ આ અંગે જણાવ્યું કે, કેટલાક લોકો મકાનની અંદર ફસાયા છે અને ફાયર બ્રિગેડ અને પોલીસ કર્મચારીઓ દ્વારા બચાવ કામગીરી ચાલુ છે. જ્યારે ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે, અંદરથી ફસાયેલા લોકોને બચાવવા અને આગને કાબૂમાં લેવા ઓછામાં ઓછા 10 ફાયર ટેન્ડર અને ટર્નટેબલ સીડી ગોઠવવામાં આવી છે.